Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

નેપાળ વિના અમારા રામ પણ અધુરાઃ વડનગર બોધ્‍ધ શિક્ષાનું મોટું કેન્‍દ્ર હતું : નરેન્‍દ્રભાઇ

બોૈધ્‍ધ સંમેલનને સંબોધીત કરતા પીએમ મોદી

કાઠમંડુ તા.૧૭: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ ભગવાન બુધ્‍ધની જન્‍મસ્‍થળી  લુંબીની ખાત દર્શન કરી જણાવ્‍યું હતું કે, નેપાળ વિના અમારા રામ પણ અધુરા છે. આજે ભારતમાં રામ મંદિર બની રહ્યું છે તો નેપાળના લોકોને પણ ખુશી થશે.
આ દેશે પોતાની સંસ્‍કૃતિ બચાવીને રાખી છે. નેપાળ પ્રવાસ ઉપર પહોંચેલ પીએમ મોદીએ બોૈધ્‍ધ સંમેલનમાં જણાવેલ કે આપણી વિરાસત, સંસ્‍કૃતિ અને પ્રેમ સંયુક્‍ત છે.
ઉપરાંત નરેન્‍દ્રભાઇએ જણાવેલ કે તેમનો જન્‍મ વડનગરમાં થયો છે, જો પ્રાચીન સમયમાં બોૈધ્‍ધ શિક્ષાનું મોટું કેન્‍દ્ર હતું. ત્‍યાં આજે પણ અવશેષો મળી રહ્યાં છે. નેપાળ-ભારત સંબંધ હિમાલય જેટલો જુનો અને અટલ છે. આપણે સંબંધોને તેટલી જ ઉંચાઇ આપવાની છે.

 

(11:53 am IST)