Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

થોડા વેપારીઓન જ ક્રેડિટ દેખાતી નથીનો દાવોઃ જયારે ૯૦ ટકા વેપારી અસરગ્રસ્‍ત

જીએસટી પોર્ટલનો ગજબ કારભાર.. વેપારીઓ પરેશાન : પોર્ટલની ખામીઓને કારણે દર વખતે વેપારીઓને જ વેઠવાનો વારો

મુંબઇ, તા.૧૭: જીએસટી પોર્ટલમાં ટેકનિકલ ખામીને કારણે જીએસટીના રબી રિટર્નમાં વેપારીઓને ક્રેડિટ દેખાતી નથી. તેના લીધે જીએસટીનું ૩બી રિટર્ન ભરવામાં સમસ્‍યા ઊભી થઇ છે. આ સમસ્‍યાના નિરાકરણ માટે જીએસટીએન પોર્ટલ પર એવો દાવો કરવામાં આવ્‍યો છે કે થોડા વેપારીઓને જ આની તકલીફ  પડી રહી છે. જ્‍યારે જાણકારોના મત પ્રમાણે ૯૦ ટકા વેપારીઓને પોર્ટલ પર હજુ રબીમાં ક્રેડિટ દેખાતી નથી.

દર મહિને જીએસટી રિટર્ન ભરનારાઓને ૨૦મી તારીખે ૩બી રિટર્ન ભરતા પહેલા જીએસટીના રબી રિટર્નમાં દેખાય તેટલી જ ક્રેડિટ લેવાની હોય છે, પરંતુ ચાલુ મહિનામાં ૧૪ તારીખ થવા છતાં વેપારીઓને પોર્ટલ પર જીએસટીના રબી રિટર્નમાં ક્રેડિટ દેખાતી નહોતી. જેથી વેપારીઓને રિટર્ન ભરવામાં સૌથી વધુ સમસ્‍યા ઊભી થઇ છે. આ માટેની વ્‍યાપક ફરિયાદ સમગ્ર દેશમાંથી ઊભી થયા બાદ જીએસટીએન એટલે કે પોર્ટલના જવાબદારોએ એવી જાહેરાત કરી છે કે કેટલાક વેપારીઓને રબીમાં ક્રેડિટ દેખાતી નથી. જેથી તેઓ રએમાં દેખાતી ક્રેડિટ પ્રમાણે તેનો વપરાશ કરીને રિટર્ન ભરી શકશે. જ્‍યારે જાણકારોના મત પ્રમાણે ૯૦ ટકા વેપારીઓને જીએસટી પોર્ટલ પર રબીમાં ક્રેડિટ દેખાતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે દર થોડા મહિને જીએસટી પોર્ટલની ખામીને કારણે વેપારીએ પરેશાની વેઠવી પડતી હોય છે. જ્‍યારે તેમાં સુધારો કરવા માટે વખતોવખત લેખિત અને મોખિક રજૂઆત કરવામાં આવતી હોવા છતાં તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી.(૨૩.૫)

વધારાની ક્રેડિટ લીધી તો વ્‍યાજ સાથે ભરવી પડશે

વેપારી દ્વારા ૩બી રિટર્ન ભરતી વખતે જો રએમાં દેખાતી ક્રેડિટ પ્રમાણેની ક્રેડિટનો વપરાશ કર્યો હશે અને તે ક્રેડિટ નિયમ કરતાં વધુ હશે તો તે પરત કરવાની સાથે વ્‍યાજ પણ ભરવું પડશે, કારણ કે જીએસટીએન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રબીના બદલે ૨એમા દેખાતી ક્રેડિટનો વપરાશ કરી શકાશે. જ્‍યારે વધારાની ક્રેડિટ લીધી હશે તો તેમાં કોઇ પણ પ્રકારની છુટ અપવામાં આવી નથી. તેના કારણે વેપારીએ ક્રેડિટ લેતી વખતે ચોપડા ફફોસવાનો વારો આવે તેમ છે.

(10:34 am IST)