Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ઉત્તરપ્રદેશમાં કોરોના કાળમાં બેડની અછત સર્જાઇ : કેન્દ્રીયમંત્રી બી.કે. સિંહના ભાઇને પણ નથી મળ્યો બેડ : વી.કે.સિંહ ટવીટ કરી બેડ માટે મદદ માગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ કરી રજુઆત

નવી દિલ્હી : કોરોના વાયરસથી સ્થિતિ વધારે ખરાબ થઈ ચૂકી છે. પરિસ્થિતિ એવી છે કે, લોકોને બેડ મેળવવા માટે અનેક સ્થળોએ ફરવું પડી રહ્યું છે. તેવામાં કેન્દ્રીય જનરલ વીકે સિંહે ટ્વિટર દ્વારા પોતાના કોરોના સંક્રમિત ભાઈને હોસ્પિટલમાં બેડ અપાવવાની અપીલ કરી છે. તેમને ટ્વિટર પર એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમને ગાજિયાબાદના ડીએમ, સીએમ યોગીના સૂચના સલાહકાર શલભ મણિ ત્રિપાઠી, નોએડાના ધારાસભ્ય પંકજ સિંહને ટેગ કર્યા છે.

તેમને લખ્યું છે. Please check this out પ્લીસ અમારી હેલ્પ કરો મારા ભાઈને કોરોનાની સારવાર માટે બેડની આવશ્યકતા છે. હાલમાં ગાજિયાબાદમાં બેડની વ્યવસ્થા થઈ શકી રહી નથી.

(3:29 pm IST)