Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

રૂ. ૧૦ના પેમેન્ટ માટે ઓટીપી પડયો રૂ.૭પ હજારમાં !!

મુંબઇઃ ઓનલાઇન પેમેન્ટમાં માત્ર રૂ.૧૦ના પેમેન્ટ માટે ઓટીપી નંબર આપતા રૂ.૭પ હજાર બેલેન્સમાંથી કપાય ગયાનું બહાર આવેલ છે.

 તરફથી ઓનલાઈન પેમેન્ટ પહેલા આવતો વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) કોઈને પણ ન બતાવવાની સલાહ બધા જ એકાઉન્ટ ધારકોને આપવામાં આવે છે. આ સલાહને અવગણવાનું એક ગૃહિણીને ભારે પડી ગયું અને તેને 75 હજાર રૂપિયાનો ચૂનો લાગી ગયો. મુંબઈના એન્ટોપ હિલમાં રહેનારી 37 વર્ષિય ગૃહિણી રંજની મેનને એક ટેલિકોલરે તેમનો ઓટીપી પૂછ્ો અને એક પોર્ટલ પર અપલોડ કરેલા તેમના બાયોડેટા વિશે પૂછપરછ કરી.

6 ફેબ્રુઆરીએ કોલરને પોતાના ફોન પર આવેલો OTP બતાવ્યા બાદ તેમના એકાઉન્ટમાંથી 75 હજાર રૂપિયા કપાઈ ગયા. બાદમાં માલુમ પડ્યું કે તેમના પૈસા એક ઈ-વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આગામી વીસ મિનિટમાં 10 વખતમાં જ નીકાળી લેવાયા. રંજનીને એક ટેલિકોલરનો ફોન આવ્યો હતો, જેણે પોતાનું નામ ‘પ્રિયા શર્મા’ જણાવ્યું. કોલરે કહ્યું કે તે રંજનીએ જોબ માટે બાયોડેટા અપલોડ કરેલા પોર્ટલમાંથી વાત કરી રહી છે. રંજનીના પતિ સંજીવે કહ્યું, ‘ફોન કરનારી યુવતીએ મારી પત્નીને 10 રૂપિયા પ્રોસેસિગ ફીસ લાગવાની વાત કહી. જે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને કેનરા બેન્ક ડેબિટ કાર્ડથી મારી પત્નીએ પેમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટના બાદ બંને બ્લોક થઈ ગયા.’

મેનનની ફરિયાદ અનુસાર, મેં કોલરની વાત માનતા તેના કહેવા મુજબ કર્યું, કારણ કે તેણે કહ્યું કે તમારો બાયોડેટા સિલેક્ટ થયો છે. તેણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે 10 રૂપિયાના પેમેન્ટની વાત કરી હતી. પહેલા મેં પોતાના એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી 10 રૂપિયાનું પેમેન્ટ કરવા પ્રયાસ કર્યો, પરંતુ પૈસા કપાયા નહીં. આ પછી મેં કેનરા બેન્કના ડેબિટ કાર્ડથી પ્રયાસ કર્યો, ફરીથી આ પ્રકારે જ બન્યું.

કોલરે પેમેન્ટ કરવામાં મદદ કરવાના બહાને રંજનીને ઓટીપી પૂછી લીધો. એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનના એક અધિકારીને કહ્યું, ‘ફ્રોડ કરનારાને વિક્ટીમના કાર્ડ ડિટેલ્સ ત્યારે જ મળી ગયા હતા, જ્યારે તેણે વેબસાઈટ પર પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો અને તેણે ઓટીપી બાદમાં પૂછી લીધો.’

(11:06 pm IST)