Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પ્લેબોય મોડલ સાથે ટ્રમ્પના ૯ મહિના સુધી હતા સંબંધ

મહિલા ટ્રમ્પ ટાવરમાં તેની પત્નીના બેડરૂમમાં પણ જોવા મળી હતી

વોશિંગ્ટન તા. ૧૭ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ૯ મહિના સુધી એક મોડલ સાથે લગ્નેતર સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ૧૯૯૮માં પ્લેબોય મેગેઝિનમાં પ્લેમેટ રહેલી મોડલ કરેન મૈકડુગલ સાથે ટ્રમ્પનું ૨૦૦૬માં અફેર રહ્યું. આ દરમિયાન મહિલા ટ્રમ્પ ટાવરમાં તેની પત્નીના બેડરૂમમાં પણ જોવા મળી હતી. મોડલ સાથે ટ્રમ્પ બેવરલી હિલ હોટલના પ્રાઇવેટ બંગલામાં પણ આવ્યા.

 

ધ ન્યૂ યોર્કર મેગેઝિને મોડલના હાથે લખેલી રિલેશનશિપ નોટ જાહેર કરી છે. જેના આધારે ઉપરોકત આરોપ લગાવવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસે કરેન સાથે રાષ્ટ્રપતિના અફેરનું ખંડન કર્યું છે.

રિપોર્ટ મુજબ, ૨૦૦૬ની શરૂઆતમાં ટ્રમ્પનું મોડલ સાથે અફેર હતું. મેગેઝિને મોડલના હાથે લખેલી ૮ પેજની રિલેશનશિપ નોટ હાંસલ કરીને દાવો કર્યો કે મોડલે પણ આ નોટ તેણે લખેલી હોવાનો સ્વીકાર કર્યો છે. પરંતુ તેણે ટ્રમ્પ સાથે ગોપનીયતાનો કરાર કર્યો હોવાથી વધારે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

મોડલને જયારે આ સંબંધમાં કંઇક ખોટું થઈ રહ્યું હોવાનું લાગ્યું ત્યારે તેણે સંબંધ ખતમ કરી દીધો હતો. ટ્રમ્પે આ મહિલાની માતાની ઉંમર અને અશ્વેતો અંગે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ મોડલને લાગી આવ્યું હતું.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૧૬માં ચૂંટણી પ્રચાર દરિયાન આ લગ્નેતર સંબંધની સ્ટોરી પબ્લિશ કરવાનો અધિકાર હાંસલ કરવા માટે એક ટેબ્લોઇડ મેગેઝિને મોડલને આશરે ૯૭ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે આ સ્ટોરી પબ્લિશ કરવામાં આવી નહોતી. એક રિપોર્ટમાં ટેબ્લોયડના માલિકને ટ્રમ્પના મિત્ર ગણાવાયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ટ્રમ્પના એકસ પોર્ન સ્ટાર સાથે અફેરનો રિપોર્ટ આવ્યો હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા દરમિયાન અંગત વકીલ દ્વારા પોર્ન સ્ટારને મોં બંધ રાખવા માટે આશરે ૮૨ લાખ રૂપિયા આપ્યા હતા.(૨૧.૩૩)

(4:07 pm IST)