Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ત્રિપુરા ચૂંટણીની સાથે... સાથે...

આદિવાસી ૨૦ સીટો પર તમામની નજર કેન્દ્રિત

અગરતલા,તા. ૧૭: જેની ઉત્સુકતાપૂર્વક રાજકય વર્તુળોમાં રાહ જોવામાં આવી રહી હતી તે ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઇ ગયો છે. આવતીકાલે રવિવારે ત્રિપુરામાં વિધાનસભાની ૬૦ સીટો પૈકી ૫૯ સટ પર મતદાન થનાર છે. તમામ જગ્યાએ ઇવીએમ મારફતે મતદાન કરવામા ંઆવનાર છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા માટે ચૂંટણી પંચે પહેલાથી જ તમામ તૈયારી કરી હતી. ત્રિપુરામાં ચૂંટણીની સાથે સાથે નીચે મુજબ છે

 

-    ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી

-    ત્રિપુરામાં વિધાનસભાની ૬૦ બેઠકો પૈકી ૫૯ સીટ માટે આવતીકાલે રવિવારના દિવસે મતદાન યોજાનાર છે

-    તમામ મતદાન મથકો ખાતે પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પહેલાથી જ તૈનાત કરવામાં આવ્યા

-    ત્રિપુરામાં છેલ્લા કેટલાક વર્ષોથી સત્તામાં રહેલા ડાબેરી પક્ષો સામે આ વખતે પડકારરૂપ સ્થિતી

-    ભાજપે ત્રિપુરામાં હાજરી પુરવાર કરવા માટે તમામ તાકાત આ વખતે લગાડી દીધી છે

-    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સહિતના ટોપ નેતાઓએ  આક્રમક ચૂંટણી પ્રચાર કરીને વાતાવરણ ભાજપ તરફી કરવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા

-    માણિક સરકારની ત્રિપુરામાં આ વખતે અગ્નિકસૌટી થનાર છે

-    ત્રિપુરામાં વર્તમાન વિધાનસભાની અવધિ છઠ્ઠી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થનાર છે

-    માણિક સરકારના નેતૃત્વમાં ડાબેરી સરકાર વર્ષ ૧૯૯૮થી સત્તામાં છે

-    ચૂંટણી પંચે રાજ્યમાં વિધાનસભાના કાર્યક્રમની જાહેરાત કર્યા બાદથી ભારે ઉત્સાહ તમામ રાજકીય પક્ષોમાં જોવા મળી રહ્યો હતો

-    ત્રિપુરામાં આવતીકાલે મતદાન યોજાયા બાદ મતગણતરી ત્રીજી માર્ચના દિવસે થશે

-    સીપીએમના ઉમેદવાર રામેન્દ્ર નારાયણના અવસાનના કારણે ચારીલામ વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને હવે ૧૨મી માર્ચના દિવસે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

-    ત્રિપુરામાં આદિવાસી બહુમતીવાળી ૨૦ સીટો પર તમામની નજર રહેશે

(1:05 pm IST)