Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ગોવાહાટી આઇએસબીટી બસ સ્ટેશન પરથી ૨ શકમંદોની ધરપકડઃ ૨ કરોડથી વધુના સોનાના બિસ્કીટ જપ્ત

કસ્ટમ વિભાગની આંખો પહોળીઃ ગોલ્ડ બિસ્કીટની કિંમત ૨,૦૫,૯૦,૫૧૦ રૂપિયા

નવી દિલ્હી તા. ૧૭ : કસ્ટમ વિભાગની ટીમે ગુવાહાટી આઇએસબીટી બસ સ્ટેશન પરથી બે વ્યકિતની ધરપકડ કરી છે અને તેને કાયદાકીય હિરાસતમાં મોકલ્યા છે. અધિકારીઓએ આ બંને પાસેથી ૨ કરોડથી પણ વધુ કિંમતના ગોલ્ડ બિસ્કીટ જપ્ત કર્યા છે. કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ગોલ્ડ બિસ્કીટની કિંમત ૨,૦૫,૯૦,૫૧૦ રૂપિયા છે.

અધિકારીઓએ તેઓ પાસેથી ગોલ્ડના ૪૦ બિસ્કીટ જપ્ત કર્યા છે. આ ગોલ્ડ બિસ્કીટ મ્યાનમારના હોય એવું જાણવા મળ્યું છે. તેનું વજન ૬.૬ કિ.ગ્રા. છે. ધરપકડ કરાયેલા બંને વ્યકિત ઇંફાલથી ગુવાહાટી આવી રહ્યા હતા ત્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ આઇએસબીટી સ્ટેશન પર તેની ધરપકડ કરી.

અધિકારીઓના જણાવ્યા મુજબ ગોલ્ડ તસ્કરીના આરોપમાં મોહમ્મદ નાસીરખાન અને સોમનાથ સુખારાવ માનેની ધરપકડ કરી છે. હાલમાં બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે.

(1:07 pm IST)