Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

અને જનતા દરબારમાં ભડકયા મેનકા ગાંધી : અધિકારીને જાહેરમાં તતડાવ્યા

અધિકારી અંગે ઢગલાબંધ ફરીયાદો થઈ

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ઉત્તર પ્રદેશની બહેડી ધારાસભામાં જનતાની સમસ્યા સાંભળવા માટે લોક દરબારનું આયોજન કર્યુ હતું. જયાં એક જ અધિકારી ઉપર ફરીયાદના ધોધ વછુટતા મેનકાજી ભડકી ઉઠ્યા હતા અને જાહેરમાં જ આ અધિકારીને ન કહેવાના શબ્દો કહી દીધા હતા. ઉપરાંત મેનકા ગાંધીએ ઓફીસર વિરૂદ્ધ આવકથી વધુ સંપતિ અંગે પણ તપાસ કરવા ચિમકી આપી હતી. આ સપ્લાય ઈન્સ્પેકટર વિરૂદ્ધ લોક દરબારમાં વડીલો, વિધવાઓ અને ગરીબ લોકોએ અનાજની સપ્લાય યોગ્ય રીતે ન થતી હોવાથી ઘરમાં અનાજ ન હોવાથી ભુખમરા સુધીની સ્થિતિ પેદા થઈ ગઈ હોવાનું જણાવેલ.

(1:04 pm IST)