Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

રેલવે રિઝર્વેશન ચાર્ટ માર્ચથી નહીં લગાડે

નવી દિલ્હી તા. ૧૭ : એ-વન, એ અને બી શ્રેણીમાં આવતા રેલવે સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે પહેલી માર્ચથી છ મહિના સુધી ટ્રેનના આરક્ષિત ડબ્બાઓ પર રિઝર્વેશન ચાર્ટ ન ચોંટાડવાનો રેલવે ખાતાએ તમામ ઝોનને આદેશ આપી દીધો છે. જોકે, રેલવે પ્લેટફોર્મ પર કાયદાનુસાર તેમ જ ડિજિટલ ચાર્ટ લગાડવાનું ચાલુ રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

પ્રવાસીઓની સંખ્યાને આધારે રેલવે તંત્ર રેલવે સ્ટેશનોનું એ-વન, એ, બી, સી, ડી, ઇ, એફ એમ સાત શ્રેણીમાં વર્ગીકરણ કરે છે. દેશભરમાં રેલવેના કુલ ૧૭ ઝોન છે. જે સ્ટેશનો પર લેકટ્રોનિક ચાર્ટ લગાડવામાં આવેલા છે ત્યાં પ્લાઝમા ગોઠવવામાં આવ્યા છે અને એ તમામ કાર્યરત છે એવા સ્ટેશનો પર રિઝર્વેશન ચાર્ટ લગાડવાનું બંધ કરવામાં આવવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

અગાઉ દિલ્હી, હઝરત નિઝામુદ્દીન, મુંબઈ સેન્ટ્રલ, ચેન્નઇ સેન્ટ્રલ, હાવડા અને સિલદાહ સ્ટેશને ટ્રેનના રિઝર્વેશન કોચ પર ચાર્ટ ચોંટાડવાનું બંધ કરવામાં આવ્યું હતું. આ પાછળનો મુખ્ય આશય પેપરલેસ યંત્રણા ઊભી કરવાનો છે. બેંગલુરુ અને યશવંતપુર રેલવે સ્ટેશન પર નવેમ્બર ૨૦૧૬થી આ યોજનાને અમલમાં મૂકવાનો કારણે પેપર માટે ખર્ચાતા રૂ.૬૦ લાખની બચત થઈ હોવાનું તેમણે કહ્યું હતું.(૨૧.૪)

 

(9:47 am IST)