Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

Jioની લાવી નવી 'ફૂટબોલ ઓફર', ૨૨૦૦ રૂપિયાનું મળશે કેશબેક

મુંબઇ તા. ૧૬ : રિલાયન્સ જિયોએ પોતાના હાલના અને નવા ગ્રાહકો માટે નવા સ્માર્ટફોન ખરીદવા પર ૨૨૦૦ રૂપિયા કેશબેકની ઓફર આપી રહી છે. સેમસંગ, શાઓમી, નોકિયા, હુવાઈ, ઈન્ટેકસ અને બ્લેકબેરી સહિત ૨૨ કંપનીઓના સ્માર્ટફોન ખરીદવા પર કંપની કેશબેકનો લાભ લઈ શકાય છે. કંપનીના સૂત્રોએ જણાવ્યું કે, જિયો નેટવર્કમાં આવનારા તમામ સ્માર્ટફોન માટે જિયો ફુટબોલ ઓફર અંતર્ગત ૨૨૦૦ રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

અન્ય કંપનીઓ પણ કેટલીક બ્રાન્ડ્સના સ્માર્ટફોન ૧૫૦૦-૨૦૦૦ રૂપિયાનું કેશબેક આપી રહી છે. જિયો હવે તેમને ટક્કર આપી રહ્યું છે. આ કેશબેક ઓફર ૧૫ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ ૨૦૧૮ની વચ્ચેના નવા સ્માર્ટફોનના ઉપયોગ કરતા પહેલા રિચાર્જ પર માન્ય ગણાશે.

૩૧ માર્ચથી પહેલા જે ગ્રાહકો ૧૯૮ રૂપિયા અથવા ૨૯૯ રૂપિયાનું રિચાર્જ પહેલીવાર કરાવશે તેમના જિયો એકાઉન્ટમાં ૫૦ રૂપિયાની કિંમતના ૪૪ વાઉચમ ઉમેરાઈ જશે. આ વાઉચર્સનો ઉપયોગ Myjioથી ૧૯૮ અથવા ૨૯૯ રૂપિયાના રિચાર્જ પર કરી શકાય છે. અન્ય બ્રાન્ડ જેના પર આ ઓફર વેલિડ છે તેમાં લાઈફ, મોટોરોલા, મોઈક્રોમેકસ, 10.or, આસુસ, પેનાસોનિક, એલજી, અલકાટેલ, કોમિઓ, જીવી, સેલ્કોન, સ્વાઈપ, જિઓકસ, જેન, આઈવૂમી અને સેન્ટ્રીક સ્માર્ટફોન્સ શામેલ છે.(૨૧.૪)

(1:37 pm IST)