Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ઉમેદવારે પત્ની-બાળકો અને ખુદની આવકનો સ્ત્રોત બતાવવો પડશે

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ફેંસલો

નવી દિલ્હી તા. ૧૭ : એવા સાંસદો અને ધારાસભ્યો જેમની સંપત્તિ તેમના કાર્યકાળ દરમિયાન અસાધારણ રીતે વધી હોય તેમના પર હવે સુપ્રીમ કોર્ટની નજર છે. એક અરજી અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ચૂંટણી લડતા ઉમેદવારોએ તેમની આવક ઉપરાંત આવકના સાધન એટલે કે, સોર્સ ઓફ ઈનકમ અંગે પણ જણાવવું પડશે. આ ઉપરાંત ઉમેદવારે તેની પત્ની અને બાળકોના આવકના સાધનો અંગે પણ સ્પષ્ટતા કરવી પડશે.

લખનઉના એક NGOએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમાં માગ કરવામાં આવી હતી કે, ચૂંટણી લડતા ઉમેદવારોએ તેમની સંપત્તિની સાથે તેમની આવકના સાધનો અંગે પણ માહિતી પુરી પાડવી જોઈએ. અરજીમાં જણાવ્યા પ્રમાણે તેનાથી ઉદવારની આવક કાયદેસર છે કે, ગેરકાયતે તે અંગે જાણકારી મળી શકશે.

આપને જણાવી દઈએ કે, લોકસભાના ૭ સાંસદો અને ૯૮ ધારાસભ્યો સામે પહેલા જ આવક કરતાં વધારે સંપત્ત્િ। હોવા અંગે તપાસ ચાલી રહી છે. આ નેતાઓની સંપત્ત્િ।માં તેમના કાર્યકાળ દરમિયાન અસાધારણ રીતે વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસેસ દ્વારા (CBDT) થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી.(૨૧.૨)

(9:45 am IST)