Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

રાહુલ ગાંધીએ પાર્ટીમાં કર્યો મોટો ફેરફારઃ વર્કિંગ કમિટિને કરી ભંગ

નવી સંચાલન સમિતિનું ગઠન કર્યું

નવી દિલ્હી તા. ૧૭ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના આગામી પૂર્ણ સત્રમાટે નવી સંચાલન સમિતિ (Steering Committee) નું ગઠન કર્યું છે. ૩૪ સભ્યની આ કમિટીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ રક્ષાપ્રધાન એ કે એન્ટોની, અહમદ પટેલ, રાજયસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, પૂર્વ નાણાપ્રદાન પી ચિદમ્બરમ સહિત અનેકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સંચાલન સમિતિ કોંગ્રેસની કાર્યસમિતિની જગ્યા લેશે. રાહુલ ગાંધી દ્વારા ગઠિત આ સમિતિની બેઠક ૧૭ ફેબ્રુઆરીએ કોંગ્રેસના મુખ્યાલયમાં યોજાશે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટા પાયે ફેરફાર થવાની આશા રાખવામાં આી છે.

એક મળતા અહેવાલ મુજબ રાહુલ ગાંધી કોંગ્રેસની સૌથી મોટા નિર્ણય લેનાર બોડી 'કાર્યસમિતિ'ને ભંગ કરશે એટલે કે સોનિયા ગાંધીની કાર્યકાળમાં રચાયેલી કાર્યસમિતિ હવે રાહુલ ગાંધીના કાર્યકાળમાં નવેસરથી ગઠિત કરવામાં આવશે. રાહુલ ગાંધીએ હવે કોંગ્રેસની જૂની કાર્યસમિતિનો ભંગ કરવાનું નક્કી કરી દીધું છે.

ટેકનિકલ દ્રષ્ટિએ કાર્યસમિતિનો ભંગ થવાથી તે સંચાલન સમિતિમાં ફરી જશે, જે આવતા મહિને ૧૭-૧૮ માર્ચે દિલ્હીમાં યોજાનાર પાર્ટીના અધિવેશ સુધી કાર્યવાહક તરીકે બની રહેશે. અત્યાર સુધી કોંગ્રેસ અધ્યક્ષ સહિત કાર્યસમિતિમાં કુલ ૨૫ સભ્ય હતા, જેમાં ૧૨ની ચૂંટણી દ્વારા અને ૧૨ સભ્યોની પાર્ટીના અધ્યક્ષ નિયુકત કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવી સંચાલન સમિતિનું ગઠન થઇ જતાં રાહુલ ગાંધીની નવી ટીમ સામે આવી જશે.(૨૧.૨)

(9:51 am IST)