Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મેકસિકોમાં ૭.રનો ભયાનક ભુકંપ

જાનમાલની નુકસાનીના અહેવાલો નથીઃ લોકો ડરના માર્યા ઘરોની બહાર દોડયા

લંડન તા.૧૭ : મેકસિકોના પાટનગર મેકસિકો સીટીમાં ભયાનક ભુકંપ આવ્યો છે. શુક્રવારે સવારે આવેલા ભુકંપથી સીટી અને આસપાસના વિસ્તારો હલબલી ઉઠયા હતા. ભુકંપની તીવ્રતા ૭.ર માપવામાં આવી હતી. ડરના માર્યા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.

ભુકંપનું કેન્દ્ર દક્ષિણ રાજય ઓકસાકામાં પ્રશાંતના કિનારે જમીનની અંદર ૪૩ કિ.મી. હતુ. જો કે ભુકંપથી જાનમાલના નુકસાનના અહેવાલો નથી. ભુકંપ આવતા ડરના માર્યા લોકો ઘરો, ઓફિસો અને બિલ્ડીંગોમાંથી બહાર નીકળી ગયા હતા.

આ પહેલા ૧૯ સપ્ટેમ્બર ૭.૧નો ભુકંપ આવ્યો હતો. જેમાં સેંકડો લોકોના મોત થયા હતા.

(9:43 am IST)