Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ઉત્તર કોરિયાની કિમ જોંગ ઉનની સરકારે મંગળવારે વધુ એક મિસાઇલનું પરીક્ષણ કર્યુ

બે હાઇ પર સોનીક અને એક બેલેસ્‍ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યાનો દાવો

નવી દિલ્‍હી :  ઉત્તર કોરિયાએ મંગળવારે વધુ એક મિસાઈલ પરીક્ષણ કર્યું. કિમ જોંગ ઉનની સરકારે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે મંગળવારે કયા પ્રકારની મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પહેલા તેણે બે હાઇપરસોનિક અને એક બેલેસ્ટિક મિસાઇલનું પરિક્ષણ કરવાનો દાવો કર્યો હતો.

ગયા અઠવાડિયે અમેરિકાએ ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો લગાવ્યા હતા. આ પછી, તાનાશાહ કિમ જોંગના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર કોરિયાને તેની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે. ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણોને પણ ખતરનાક માનવામાં આવે છે કારણ કે તેની પાસે પહેલેથી જ પરમાણુ બોમ્બ છે. તેણે અત્યાર સુધીમાં 6 પરમાણુ પરીક્ષણો કર્યા છે.

ગયા મહિને કિમ જોંગ ઉને પોતાની પાર્ટીની મહત્વની બેઠક યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે તમામ મુશ્કેલીઓ છતાં ઉત્તર કોરિયા હથિયારોનું પરીક્ષણ ચાલુ રાખશે. કિમે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ દુશ્મનો સાથે કામ કરવા માટે સૈન્યનું આધુનિકીકરણ કરવું પડશે અને આ કામ કોઈપણ દબાણમાં બંધ કરવામાં આવશે નહીં.

(11:46 pm IST)