Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

કર્ણાટકમાં ર૪ કલાકમાં ૪૧ હજાર કોરોનાના કેસ નોંધાયા : જયારે મુંબઇમાં ૬ હજાર અને કેરળમાં ર૮ હજાર તામિલનાડુમાં ર૩ હજાર, દિલ્‍હીમાં ૧૧ હજારથી વધુ

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે

નવી દિલ્‍હી : વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત દેશ પણ તેની ચપેટમાંથી બાકાત નથી,દેશમાં પણ ત્રીજી લહેર ચાલુ થઇ ગઇ છે, ભારતના અનેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અતિ ભયાવહ છે ,પરતું મૃત્યુઆંકમાં વધારો થયો નથી.કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ કેસ નોંધાયા છે.

જ્યારે બેગલુરૂમાં એક જ દિવસમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા છે,મહારાષ્ટ્રમાં 39 હજારથી વધુ કેસ નોંધાયા છે.અને મુંબઇમાં 24 કલાકમાં 6 હજાર કેસ નોંધાયા છે. કેરળમાં 28 હજાર અને તમિલનાડુમાં 23 હજાર કેસ અને દિલેહીમાં 11 હજારથી વધુ કેસ સરકારી દફતરે નોંધાયા છે,જયારે 41 દર્દીઓના મોત પણ દિલ્હીમાં થયા છે.

સરકારે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વેક્સિનેશન પર ભાર મુક્યો છે, અનેક સ્થળો વેક્સિનેશન સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે, હાલ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે, તમામ લોકોએ તકેદારીના પગલાં લેવા જોઇએ પરતું લોકોની લાપરવાહી સામે આવી પહી છે અનેજેના લીધે કોરોના સ્પ્રેડ થઇ રહ્યો છે.

(11:10 pm IST)