Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

દેશમાં ભુખમરાને લીધે મોતને લઇને સુપ્રિમ કોર્ટે કેન્‍દ્ર સરકાર પાસે જવાબ માંગ્‍યો

મોડલ સ્‍ક્રીમ તૈયાર કરવા જણાવ્‍યું

નવી દિલ્‍હી : આપણા ભારત દેશમાં ભુખમરાના કારણે દેશમાં થતા મોતને લઇને સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે અને સાથે દેશમાં ભુખમરા સામે લડવા માટે એક મોડેલ સ્કીમ તૈયાર કરવાનું જણાવ્યું છે.

ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર સરકારને પુછયું હતું કે તમે કહો છો કે દેશમાં ભુખમરાના કારણે ફક્ત એક મોત થયું છે. તો શું આ નિવેદન પર ભરોસો થઇ શકે તેમ છે? આ અગાઉ કેન્દ્ર સરકારે 2015-16મા ભુખમરાના કારમે થયેલાં મોત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને પુછયું હતું કે રાજ્ય સરકારોએ ભુખમરાના કારણે કોઇપણ મોતનો ઉલ્લેખ કર્યો નથી, તો શું તેથી આપણે એમ માનીશું કે દેશમાં ભુખમરાના કારણે કોઇ મોત થયા નથી? ભારત સરકારે અમને ભુખમરાના કારણે થનારા મોત અંગે લેટેસ્ટ માહિતી આપવી જોઇએ. કોર્ટે જણાવ્યું હતું કે અમારું ધ્યાન તેના પર છે કે દેશમાં લોકો ભુખથી પિડિત ના હોય અને ભુખમરાના કારણે કોઇ મોત ના થાય. તમે તમારા અધિકારીઓ સાથે ચર્ચા કરીને એક નોડલ સ્કીમ સાથે પરત આવો. અમે આના સંદર્ભમાં કોર્ટની ઇચ્છાથી માહિતગાર કરાવ્યા છે અને તેનું સમાધાન શોધવાની જરૂર છે.

એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના સુચનને ધ્યાન પર લેશે અને બે ટકા વધારાનું ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવશે. આ સંબંધમાં રાજ્યોને સોગંદનામું દાખલ કરવા દો. આપણે જોઇએ કે તેમને બે ટકા વધારાનું ખાદ્યાન્ન મંજૂર છે કે નહીં. કોર્ટે આ કેસની સુનાવણી બે સપ્તાહ માટે સ્થગિત કરી છે.

(11:09 pm IST)