Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

પીએમ કેર્સ ફંડ ટ્રસ્ટ અને ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને છબી કાઢી નાખો : બોમ્બે હાઈકોર્ટ સમક્ષ કરાયેલી જાહેર હિતની અરજી વિરુદ્ધ કેન્દ્ર સરકારનો ખુલાસો : પીએમ કેર્સ ફંડ અને પી.એમ.નેશનલ રિલીફ ફંડ બંનેની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે : વડાપ્રધાન કાર્યાલયના અન્ડર સેક્રેટરી દ્વારા સોગંદનામું દાખલ


મુંબઈ : પીએમ કેર્સ ફંડ ટ્રસ્ટ અને ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને છબી કાઢી નાખવા માટે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ કરાયેલી જાહેર હિતની અરજી  વિરુદ્ધ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે પીએમ કેર્સ ફંડ અને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ (પીએમએનઆરએફ) બંનેની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે.

વડાપ્રધાન કાર્યાલયના અન્ડર સેક્રેટરી પ્રદીપ કુમાર શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે પીએમ કેર્સ ફંડ અને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ (પીએમએનઆરએફ) બંનેની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે.

 

વડાપ્રધાન કાર્યાલયના અન્ડર સેક્રેટરી પ્રદીપ કુમાર શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે પીએમ કેર્સ ફંડ અને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ (પીએમએનઆરએફ) બંનેની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે.

PMNRF માટે વડા પ્રધાનનું નામ અને ફોટો અને રાષ્ટ્રીય પ્રતીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાથી, તેનો ઉપયોગ PM Cares Fund માટે પણ કરવામાં આવી રહ્યો છે, એમ એફિડેવિટમાં જણાવાયું છે.

કોંગ્રેસ પાર્ટીના સભ્ય વિક્રાંત ચવ્હાણ દ્વારા દાખલ કરવામાં આવેલી PIL અરજીના જવાબમાં આ સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી રાષ્ટ્ર ચિન્હ અને રાષ્ટ્રધ્વજની તસવીરો હટાવવાની પણ માંગ કરવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:13 pm IST)