Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

મુસ્લિમ યુવકો કાયદો હાથમાં લેશે તો હિંદુઓને ક્યાંય આશરો નહીં મળે

કોંગ્રેસને ટેક જાહેર કર્યા બાદ મૌલાનાનો વીડિયો જાહેર : ઈત્તેહાદ મિલ્લત કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝા ખાનનો વિવાદાસ્પદ વીડિયો કોંગ્રેસ માટે આફત બનવાના સંકેત

નવી દિલ્હી, તા.૧૮ : ઈત્તેહાદ મિલ્લત કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝા ખાને કોંગ્રેસને સપોર્ટ જાહેર કર્યા બાદ હવે તેમનો એક વિવાદિત વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં રઝાનુ ઉશ્કે્રણીજનક ભાષણ કોંગ્રેસ માટે મુસિબત બની શકે છે.આ વિડિયોમાં  મૌલાના તૌકીર રઝા ખાન હિન્દુઓને ધમકી આપતા સંભળાય છે.મંચ પર ઉભેલા મૌલાના કહી રહ્યા છે કે, જે દિવસે મારા યુવાનો કંટ્રોલ બહાર ગયા તે દિવસનો મને ડર લાગે છે.

આ યુવાનો કાયદો હાથમાં લેશે અને બેકાબૂ બનશે તે દિવસે હિન્દુઓ તમને હિન્દુસ્તાનમાં ક્યાંય આશરો નહીં મળે.હિન્દુસ્તાનનો નકશો તે દિવસે બદલાઈ જશે.અમે તો જન્મજાત લડાયક લોકો છે. આજે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આ વિડિયો શેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, આ મૌલાનાની પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યુ છે.ધિક્કાર છે કોંગ્રેસ પર. પાત્રાએ કહ્યુ હતુ કે, કોંગ્રેસે પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં પણ હિન્દુઓ સામે ઝેર ઓકનારા સંગઠનો સાથે જોડાણ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોંગ્રસેના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને મૌલાના તોકીર રઝાની એક તસવીર શેર કરવામાં આવી હતી.કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, યુપીની ચૂંટણીમાં મૌલાના તૌકીર રઝાની પાર્ટીએ પોતાના ઉમેદવારોને નહીં લડાવીને કોંગ્રેસને સમર્થન આપ્યુ છે.એ બદલ તેમનો આભાર.

(8:01 pm IST)