Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

જેએનયુ કેમ્પસમાં પીએચડીની વિદ્યાર્થીની પર રેપનો પ્રયાસ

જેએનયુ કેમ્પસ ફરી એક વખત વિવાદમાં : જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થિની સાથે બાઈક પર આવેલા યુવકે છેડછાડ કરી હતી, તેનો ફોન પણ છીનવી લીધો હતો

નવી દિલ્હી, તા.૧૮ : જેએનયુ કેમ્પસમાં પીએચડીની વિદ્યાર્થિની પર રેપના પ્રયાસથી હલચલ મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે પોલીસ પણ આ ઘટના બાદ સ્થળ પર પહોંચી હતી.પોલીસનુ કહેવુ છે કે, ગઈકાલે મધરાત બાદ જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થિની સાથે બાઈક પર આવેલા યુવકે છેડછાડ કરી હતી અને તેનો ફોન પણ છીનવી લીધો હતો. વિદ્યાર્થિનીએ જયારે બૂમાબૂમ કરી ત્યારે આરોપી યુવક બાઈક પર નાસી ગયો હતો.પોલીસે હવે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે.

દરમિયાન જેએનયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા આ ઘટનાના વિરોધમાં દેખાવો કરવાની જાહેરાત થઈ છે.વિદ્યાર્થી સંગઠનનો આરોપ છેકે, કેમ્પસમાં રેપનો પ્રયત્ન થયો હતો અને બાર કલાક બાદ પણ પોલીસે કોઈ એક્શન નથી લીધા.યુનિવર્સિટી દ્વારા પણ કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.તેનો વિદ્યાર્થીઓ વિરોધ કરશે.

(7:56 pm IST)