Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

૫૦૦ કરોડની બેઅસર કોરોના દવાઓનું થયું અંધાધૂંધ સેવન

એક ફાર્મા રિપોર્ટમાં ધડાકો : બે વર્ષમાં લોકોએ વિવિધ પ્રકારની દવાઓ પેટમાં ઠબકાર્યે રાખી જે બેઅસર હતી : 2DGથી લઇને HCQ સુધીની દવાઓનું ધૂમ વેચાણ : લોકો ખુદ ડોકટર ન બને તે દવાની દુકાને ન દોડે

નવી દિલ્હી તા. ૧૮ : જે દવાઓને કોરોના સારવારમાં સફળ માનવામાં આવીરહ્યું હતું અને તેને કોરોના પ્રોટોકોલમાંસામેલ પણ કરવામાં આવી તેમાંથી કોઈ પણ અસરકારક નથી. એક ફાર્મા રીપોર્ટ મુજબ, છેલ્લા બે વર્ષમાં લોકોએએવી ૫૦૦ કરોડ રૂપિયાની દવાઓનું સેવન પણ કરવાં આવ્યું.જયારે તેમાંથી કેટલાક દવાઓનોદુષ્પ્રભાવ બ્લેક ફંગસના રૂપે સંપૂર્ણ દેશમાં જોવા મળ્યો.

દેશભરના એકસીલેન્સ સેન્ટરને કોરોના સારવાર વિશે જાણકારી આપીને એમ્સના ડો.અચલ કુમારેકહ્યું કે બે વર્ષોમાથીફકત કોરોના દર્દી જ નહીં સંક્રમણથી બચવા માટે પણ લોકોએ ૨ડીજી, ફેવીપીરાવીર, આઇવરમેકટીન, અને એચસીકયુજેવી દવાઓનોઉપયોગ કરવામાં આવ્યો છે. આ દવાઓકોરોનાના માઈલ્ડ અથવા ફરી હોસ્પિટલમાં ભરતી થયેલા રોગો પર અસરદાર નથી.

નવી દિલ્હી સ્થિત AIIMS માને છે કે આ દવાઓનો દેશમાં વ્યાપકપણે પ્રચાર કરવામાં આવ્યો છે. ઓછા વૈજ્ઞાનિક પુરાવા ધરાવતી દવાઓએ પણ કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો. પરંતુ, હવે AIIMSએ આગળ આવીને આ દવાઓ પર સવાલ ઉઠાવ્યા છે અને તેનાથી દૂર રહેવાની સલાહ આપી છે. દેશના અન્ય ડોકટરોને પણ અપીલ કરતા AIIMSએ આ દવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

નવી દિલ્હીમાં આવેલ આઈજીઆઈબીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. વિનોદ સ્કારિયાએ આશ્ચર્ય વ્યકત કરીને કહ્યું કે સોશ્યલમીડિયા પર લખ્યું કે દિલ્હીથી એક પરિવારના ત્રણ સભ્યો સંક્રમિત છે. દરેક રસીકરણ કરાવી ચુકયાછે. લક્ષણ પણ હલકા છે એક મોટા હોસ્પિટલના ડોકટરેતેને મોલનુંપિરાવીર લેવાની સલાહ આપવામાં આવી છે. જે ખોટી છે. એથિકસના વિરૂદ્ઘ છે. અંગે એઈમ્સના ડો.નીરજ નિશ્ચલે કહ્યું હજુ સુધી કોરોનામાં જેટલી પણ દવાઓસામે આવી છે. તે શરતોના આધારે સંમતિ આપવામાં આવી હતી. તેના સાક્ષ્ય ખુબજ ઓછા છે. આવી દવાઓનોઅંધાધૂધ ઉપયોગ જરા પણ થવો જોઈએ નહીં.

૨ડીજીદવાનેરક્ષા મંત્રી રાજનાથ સિંહે લોન્ચ કર્યું અને તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને તેને મોટી સફળતા માનવામાં આવી હતી. પરંતુ એમ્સના નિદેશકેકહ્યું કે ૨ડીજીદવા અંગે નાનું સંશોધન કરવામાં આવ્યું હતું. કેટલાક દર્દીઓમાં અસર પણ જોવા મળી હતી. પરંતુ ગંભીર રોગીઓમાંકોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.

હાલમાં કોઈ એન્ટીવાયરલ ઓરલ દવા નથી. ફેવીપીરાવીર અંગે કેટલાક અધ્યયન સામે આવ્યા હતા પરંતું દર્દીઓ પર કોઈ બદલાવ જોવા મળ્યો નથી.

(10:28 am IST)