Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

કોરોના મહામારી વચ્ચે દેશમાં ૮૪ ટકા પરિવારોની આવક ઘટી

દેશની ૫૦ ટકા ગરીબ વસ્તીનો રાષ્ટ્રીય સંપત્ત્િ।માં માત્ર ૬ ટકા હિસ્સો છે

નવી દિલ્હી,તા. ૧૮: ભારતમાં અસમાનતા ચિંતાજનક રીતે વધી રહી છે. હાલના એક રિપોર્ટ મુજબ, ગયા વર્ષે દેશમાં અબજોપતિઓની સંખ્યા વધીને ૧૪૨ થઈ ગઈ. આ અબજોપતિઓ પાસે દેશની ૪૦ ટકા વસ્તીથી વધુ સંપત્ત્િ। છે. બીજી તરફ, ૨૦૨૧ દરમિયાન ૮૪ ટકા પરિવારોની આવકમાં ઘટાડો થયો છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક સમિટ પહેલા જાહેર કરવામાં આવેલા ઓકસફેમના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૧ દરમિયાન ભારતમાં અબજોપતિઓની સંખ્યા એક વર્ષ પહેલા ૧૦૨થી વધીને ૧૪૨ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન ૧૪૨ અબજપતિઓની કુલ સંપત્ત્િ। વધીને લગભગ ૭૨૦ બિલિયન ડોલર થઈ ગઈ છે. આ દેશની ૪૦ ટકા ગરીબ વસ્તીની કુલ સંપત્ત્િ। કરતાં વધુ છે.

દેશમાં અબજોપતિઓની સંખ્યા અને સંપત્ત્િ।માં એવા સમયે વધારો થયો જયારે લોકો મહામારીની બીજી લહેરમાંથી પસાર થઇ રહ્યાં હતાં. આ દરમિયાન લાખો લોકોના મોત થયા અને કરોડો લોકોની આર્થિક સ્થિતિ બગાડી છે. મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી હતી અને તેમના ધંધા પર ખરાબ અસર પડી હતી. રિપોર્ટ અનુસાર, રોગચાળાને કારણે ૨૦૨૧માં ભારતના ૮૪ ટકા પરિવારોની આવકમાં ઘટાડો થયો છે.

ઓકસફેમ ના રિપોર્ટ ‘Inequality Kills’ અનુસાર, ભારત હવે અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ટોચના ૩ દેશોમાંથી એક બની ગયું છે. હવે ભારત કરતાં અમેરિકા અને ચીનમાં અબજોપતિઓ વધુ છે. બીજી તરફ, દેશની ૫૦ ટકા ગરીબ વસ્તીનો રાષ્ટ્રીય સંપત્ત્િ।માં માત્ર ૬ ટકા હિસ્સો છે. આ દર્શાવે છે કે ભારતમાં અસમાનતા કેવી રીતે ચિંતાજનક રીતે વધી રહી છે.

(10:07 am IST)