Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

દિલ્હી હાઇકોર્ટે ભાજપના નેતાએ જાહેર જમીન પર ગેરકાયદે બાંધકામ મામલે પાઠવી નોટિસ

જાહેર હિતની અરજી પર કોર્ટે સરકાર અને LG પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી :દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકાર અને ઉપ રાજયપાલને નોટિસ પાઠવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા પર જાહેર જમીન પર ગેરકાયદે બાંધકામના આરોપોને હાઈકોર્ટે ગંભીરતાથી લીધા છે. કોર્ટે આ મામલે દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નરને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. જાહેર હિતની અરજી પર કોર્ટે સરકાર અને LG પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ આદેશ ગુપ્તાએ જાહેર જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે બાંધકામ કર્યું છે.

ANIના સમાચાર અનુસાર, એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના નેતાએ પટેલ નગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ પાસેની સાર્વજનિક જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું છે. હાઈકોર્ટ (દિલ્હી હાઈકોર્ટ)ના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે ગેરકાયદે બાંધકામના કેસની સુનાવણી કરી હતી.

કોર્ટે દિલ્હી સરકાર, લેફ્ટનન્ટ ગવર્નર અને નોર્થ MCD, BSES યમુનાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ આદેશ કુમાર પાસેથી પણ જવાબ માંગ્યા છે. કોર્ટે તમામ પક્ષકારો પાસેથી 18 જાન્યુઆરી પહેલા જવાબ માંગ્યો છે.

આ મામલે આગામી સુનાવણી 18 ફેબ્રુઆરીએ થશે. જણાવી દઈએ કે એડવોકેટ હેમંત ચૌધરી દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતા આદેશ ગુપ્તાએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને પટેલ નગરમાં તેમના ઘરની સામેની જાહેર જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે બાંધકામ કર્યું છે. અરજદારે કોર્ટને અપીલ કરી છે કે, દોષિતો સામે કાર્યવાહી કરવાની સાથે ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવે.

કોર્ટમાં અરજી કરતાં અરજદારે કહ્યું કે દિલ્હી સરકાર અને LGને તાત્કાલિક મ્યુનિસિપલ કાઉન્સેલર પર કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવે. વકીલે કહ્યું કે તેણે અત્યાર સુધી કથિત ભ્રષ્ટાચાર દ્વારા બિલ્ડર માફિયાઓ પાસેથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ પૈસા તેણે પ્રોપર્ટીમાં રોક્યા છે.

(12:00 am IST)