Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અયોધ્યામાં પ્રજાસત્તાક દિને મસ્જિદનો પાયો નખાશે

લખનૌ, તા. ૧૮ : અયોધ્યાના ધનીપુરમાં પ્રજાસત્તાક દિન પર ધ્વજારોહણ સાથે મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવશે. આ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવશે, રવિવારે આ નિર્ણય ઈન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનની મીટીંગમાં લેવામાં આવ્યો હતો. રૌનાહી ખાતે પાયો નાખવાની યોજના અને ૫ એકરના પ્લોટના માટી પરીક્ષણની મંજૂરી માટેની પ્રક્રિયા ૨૩ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

અહેમદ ફારુકીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે મસ્જિદનો પાયો નાખવાનો કાર્યક્રમ ખૂબ જ સરળતા સાથે કરવામાં આવશે. મસ્જિદના નિર્માણની સાથે એક હોસ્પિટલ પણ બનશે.

ધ્વજારોહણની કલ્ચરલ ફાઉન્ડેશનની વર્ચ્યુઅલ મીટીંગના બધા ૯ સભ્યો હાજર રહેશે.

ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના સેક્રેટરી અતહ હુસેને જણાવ્યું હતું કે અધ્યક્ષ ઝુફર અહેમદ કારદરીએ જણાવ્યું હતું કે જાન્યુઆરીના રોજ સવારે ૮.૩૦ વાગ્યે, મસ્જિદ પ્રોજેકટના-એકરના પ્લોટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે, ત્યારબાદ સભ્ય ટ્રસ્ટીઓ અને સ્થાપનાના મુખ્ય ટ્રસ્ટી મસ્જિદનો પાયો નાખશે.

(3:24 pm IST)