Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

26 જાન્યુઆરીએ મોટી સંખ્યામાં ખેડૂત શાંતિપૂર્ણ રીતે પોતાનો હક લેવા દિલ્હી આવશે : ખેડૂત સંઘર્ષ સમિતિ

“સરકારને ભ્રમ છે કે, અમે આ આંદોલનને તોડી દેશે, પરંતુ અમે આ આંદોલન તૂટવા દઈશું નહીં. 18 જાન્યુઆરીને અમે મહિલા ખેડૂત દિવસના રૂપમાં મનાવીશું.: મંદીપ નથવાન

નવી દિલ્હી : ખેડૂત સંઘર્ષ સમિતિ (હરિયાણા)ના સંયોજક મંદીપ નથવાને કહ્યું છે કે, 26 જાન્યુઆરીએ મોટી સંખ્યામાં ખેડૂત શાંતિપૂર્ણ રીતે પોતાનો હક લેવા દિલ્હી આવી રહ્યાં છે.સોશિયલ મીડિયા પર તે વાતની ચર્ચા છે કે, પ્રદર્શનકારી ખેડૂત 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ નિકાળવાના છે. પરંતુ ખેડૂત નેતાઓ દ્વારા અત્યાર સુધી તેવું જ કહેવામાં આવ્યું છે કે, 26 જાન્યુઆરીની રણનીતિ હજું સુધી સ્પષ્ટ નથી.

રવિવારે મંદીપે આને લઈને પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. તેમને કહ્યું, “આખી દુનિયાની નજર 26 જાન્યુઆરીના કાર્યક્રમ પર છે. કેટલાક લોકો સરકારની જીદ પર આંદોલનને ઉગ્ર કરવા ઈચ્છે છે. અમારો આ આંદોલન નીતિઓ વિરૂદ્ધ છે, ના કે દિલ્હી વિરૂદ્ધ. તેવામાં એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમ કે દિલ્હી સાથે કોઈ યુદ્ધ થવા જઈ રહ્યો છે

મંદીપે કહ્યું, “સરકારને ભ્રમ છે કે, અમે આ આંદોલનને તોડી દેશે, પરંતુ અમે આ આંદોલન તૂટવા દઈશું નહીં. 18 જાન્યુઆરીને અમે મહિલા ખેડૂત દિવસના રૂપમાં મનાવીશું.”

અત્રે ઉલ્લેખનિય છે કે, સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, “ખેડૂતોની ટ્રેક્ટર રેલી આઉટર રિંગ રોડ પર તિરંગા સાથે નિકળશે, ગણતંત્ર દિવસની સત્તાવાર પરેડને કોઈ વિક્ષેપ પહોંચાડવામાં આવશે નહીં

(9:12 am IST)