Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

હું હિન્દૂ વિરોધી નહિ પરંતુ મોદી,હેગડે અને શાહનો વિરોધી છું ;અભિનેતા પ્રકાશ રાજ

એક ધર્મને દુનિયામાંથી હટાવવા માગતો શખ્સ હિંદુ હોઈ શકે નહીં:અભિનેતાના તીખા તેવર

 

બેંગ્લુરુ ;પોતાના આખાબોલા સ્વભાવ અને ટિપ્પણીઓ માટે સોશયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાને રહેતા અભિનેતા પ્રકાશ રાજ વધુ તીખા તેવરથી સામે આવ્યા છે. અભિનેતા પ્રકાશ રાજે એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં કહ્યુ છે કે તેઓ હિંદુ વિરોધી નથી.પ્રકાશ રાજે પોતે મોદી વિરોધી, હેગડે વિરોધી અને અમિત શાહ વિરોધી હોવાની વાત કરી છે અને ટીપ્પણી કરતા કહ્યુ છે કે લોકો હિંદુ નથી.

  તેમણે અનંતકુમાર હેગડેને કહ્યુ છે કે એક ધર્મને દુનિયામાંથી હટાવવા માગતો શખ્સ હિંદુ હોઈ શકે નહીં. અભિનેતા પ્રકાશ રાજે એમ પણ કહ્યુ છે કે જે હત્યાઓનું સમર્થન કરે તે હિંદુ હોઈ શકે નહીં. જ્યારે આવા લોકો તેમના વિશે હિંદુ વિરોધી હોવાનું નક્કી કરી શકે છે..તો તેઓ પણ કહેશે કે આમ કહેનારા લોકો હિંદુ નથી.

(11:59 pm IST)