Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ગજબ! આઠમાં ધોરણના આ સ્ટુડન્ટને યાદ છે ૨૦ કરોડ સુધીના ઘડિયા

લખનૌ તા. ૧૮ : સ્કૂલમાં ભણતા દરેક વિદ્યાર્થીને એક સલાહ ચોક્કસપણે આપવામાં આવે છે, અને તે હોય છે ઘડિયા યાદ કરવાની સલાહ. જો ઘડિયા યાદ ન રહે તો વારંવાર લખાવીને પણ યાદ કરવાનું કહેવામાં આવે છે. વધારે નહીં તો ૨૦ સુધીના દ્યડિયા દરેકને યાદ કરાવવામાં આવે છે.

ઉત્ત્।રપ્રદેશના સહારનપુર જિલ્લાની એક સ્કૂલના ૮માં ધોરણના વિદ્યાર્થીને ૨૦ સુધી નહીં, ૨૦ કરોડ સુધીના ઘડિયા યાદ છે. આ માટે તેને પહેલા પણ પુરસ્કાર મળી ચુકયા છે. આઠમા ધોરણમાં ભણતો ચિરાગ વૈજ્ઞાનિક બનવા માંગે છે. તેણે પોતાની મહેનત અને નિષ્ઠાથી આ કામયાબી મેળવી છે. ચિરાગ મોટો થઈને વૈજ્ઞાનિક બનીને પોતાના દેશનું નામ રોશન કરવા માંગે છે.

ચિરાગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીથી પ્રભાવિત છે અને એક દિવસ તેમને પોતાના ગામ બોલાવવા માંગે છે. ઉત્ત્।રપ્રદેશના સહારનપુરમાં રહેતા ચિરાગના પરિવારની આર્થિક પરિસ્થિતિ વધારે સારી નથી, પરંતુ તેના માતાપિતા તેની સફળતાના રસ્તામાં કોઈ અડચણ આવે તેમ નથી ઈચ્છતા. ચિરાગના પિતા નરેન્દ્ર સિંહ કહે છે કે, અમે અત્યંત ગરીબ પરિવારમાંથી આવીએ છીએ, પણ તેને વૈજ્ઞાનિક બનાવવા દરેક શકય પ્રયત્ન કરીશુ.

(4:38 pm IST)