Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સંખ્યાબંધ આઇટમ્સના દરમાં રાહતની આશા

આજે GST કાઉન્સિલની બેઠકમાં :આમાં ૪૦ જેટલી સર્વિસિસ સામેલ હશે

નવી દિલ્હી તા. ૧૮:આજે મળનારી GST કાઉન્સિલની બેઠક વેપાર-ઉદ્યોગ વર્ગ માટે કેટલીક વધુ રાહતો જાહેર કરે એવી આશા છે. આશરે ૭૦ આઇટમ્સના દર રેશનલાઇઝ કરવામાં આવે એમ જાણવા મળે છે, જેમાં ૪૦ આઇટમ્સ સર્વિસિસ હશે. બજેટ પહેલાં કાઉન્સિલ ચોકકસ ફેરફાર મારફત રાહત આપવા ધારે છે. પ્રાપ્ત માહિતી મુજબ આ સંભવિત રાહતોમાં કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્રને વધુ મહત્વ આપવામાં આવશે.

કૃષિની અમુક આઇટમ્સ પર ૧૮ ટકા રેટ લાગુ કરવામાં આવ્યો છે. એને રાહત આપવા હવે પછી ૧ર ટકા યા પાંચ ટકા રેટ લાગુ કરવાની સંભાવના જણાય છે. જયારે કે સર્વિસિસમાં અગાઉ ટેકસ જ નહોતો એવી આઇટમ્સ (સર્વિસ) પર GST લાદી દેવામાં આવ્યો છે, એને સરકાર હવે રાહત આપવા એના દર ઘટાડે એવી આશા છે. ગ્રામ્ય અને ખેતીવિષયક બાબતે પીછેહઠને ધ્યાનમાં રાખી સરકાર આ પગલું ભરશે એવું જણાય છે.

(12:52 pm IST)