Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સેંસેક્સ રેકોર્ડ હાઇ સપાટીએ પહોંચ્યો : ૧૭૮ પોઇન્ટ અપ

શેરબજારમાં આગઝરતી તેજીનો દોર જારી રહ્યો : નિફ્ટી ૨૮ પોઇન્ટ ઉછળીને ૧૦૮૧૭ની સપાટી ઉપર ખાનગી બેંકોમાં વિદેશી રોકાણ મર્યાદા વધારવા તૈયારી

મુંબઇ,તા. ૧૮ : શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ વધુ ૧૭૮ પોઇન્ટ ઉછળીને ૩૫૨૬૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૫૨૦૦ની સપાટી કુદાવી દીધી છે જ્યારે નિફ્ટી ૨૮ પોઇન્ટ ઉછળીને ૧૦૮૧૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો.ય બેંચમાર્ક ઇન્ડેક્સ નવી ઉંચી સપાટીએ પહોંચી રહ્યો છે. બેંકો માટે સરકાર વિદેશી મૂડીરોકાણની મર્યાદાને વધારી શકે છે. સરકાર ખાનગી બેંકોમાં વિદેશી મૂડીરોકાણની મર્યાદાને ૧૦૦ ટકા કરવા માંગે છે જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં ૪૯ ટકા કરવા માંગે છે. બેંકોમાં જોરદાર તેજી જોવા મળી હતી. એશિયન શેરબજારમાં પણ રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી હતી. મજબુત વૈશ્વિક ગ્રોથને લઇને આશા વચ્ચે આ ઉછાળો રહ્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે વેપાર ખાદ્યનો આંકડો નવેમ્બર મહિનામાં ૧૩.૮૩ અબજ ડોલરનો હતો. જે વધીને હવે ગયા મહિનામાં ૧૪.૮૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. અન્ય વૈશ્વિક પરિબળો પણ બજારમાં હાલમાં ઉતારચઢાવ માટે જવાબદાર રહ્યા છે. શેરબજારમાં પ્રવાહી સ્થિતી વચ્ચે હવે બજેટ પર પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે બજેટને લઇને કેટલાક લોકલક્ષી પગલાની અપેક્ષા કારોબારીઓ રાખી રહ્યા છે. હાલમાં કોઇ જંગી રોકાણ ન કરાય તેવી વકી છે. બજેટમાં નાણાં પ્રધાન સામે તમામને રાજી કરવા માટેનુ દબાણ દેખાઇ રહ્યુ છે.શેરબજારમાં મજબુત સ્થિતીના કારણે સ્થિતી ખુબ સારી દેખાઇ રહી છે. શેરબજારમાં ભાગ લેનાર દ્વારા અવિરત લેવાલીના કારણે આ તેજી રહી હતી. શેરબજાર સાથે જોડાયેલા કારોબારઓએ કહ્યુ છે કે સેંસેક્સે ૩૪૦૦૦થી ૩૫૦૦૦ની સપાટી પર પહોંચી જવામાં કુલ ૧૭ સેશન લાગી ગયા છે. બ્રોડર નિફ્ટી પણ નવી ઉંચી સપાટી પર રહેતા કારોબારી ભારે ખુશ દેખાઇ રહ્યા છે.  બ્રોકરોનુ કહેવુ છે કે સરકારે અગાઉ અંદાજિત ૫૦૦૦૦ કરોડથી ઘટાડીને વધારાની ધિરાણ જરૂરિયાતને ૨૦૦૦૦ કર દીધા બાદ શેરબજારમાં તેજી રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૬.૯૩ અબજ ડોલરના શેરની ખરીદી કરી છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા ગઇકાલે ૨.૪૬ અબજ રૂપિયાની ઇક્વિટીનુ વેચાણઁ કર્યુ હતુ.

ડિસેમ્બર મહિનામાં ભારતમાં વેપાર ખાદ્ય વધી હોવાના આંકડા જારી કરવામાં આવ્યા બાદ તેની અસર જોવા મળી હતી. ભારતના ડિસેમ્બર મહિનાના વેપાર ખાદ્યના આંકડા છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં સૌથી વધારે રહ્યા છે. સોના માટે આયાત બિલ વધારે ઉંચુ ગયુ છે. ક્રુડ ઓઇલની કિંમતમાં પણ ફરી વધારો થયો છે. નિકાસમાં વધારો થયો છે. કારોબારના અંતે સેંસેક્સ બુધવારના દિવસે  જુદા જુદા પરિબળો વચ્ચે પ્રથમ વખત ૩૫૦૦૦થી પણ ઉપરની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૮ પોઇન્ટ ઉછળીને ૧૦૭૮૯ની ઉંચી સપાટી પર રહ્યો હતો.

(7:47 pm IST)