Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

હજ સબસીડી બંધ કરવાના નિર્ણય સામે સાંસદ અહેમદ પટેલે સવાલ ઉઠાવ્યા ;સરકારને પત્ર પાઠવ્યો

સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને કહ્યું ચાર વર્ષ વહેલા સબસીડી બંધ કેમ કરી ?;ઘટાડેલી સબસિડીની રકમ ક્યાં અને ક્યારે વપરાઈ તેનો હિસાબ માંગ્યો

નવી દિલ્હી ;હજ સબસિડી બંધ કરવાના સરકારના નિર્ણંય સામે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કેટલાક સવાલો કર્યા છે અને સરકારને પત્ર લખ્યો છે.અહેમદ પટેલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકી સરકારે લીધેલા પગલા સામે સવાલ ઉઠાવ્યા છે.

    લઘુમતિ બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીને લખેલા પત્રમાં અહેમદ પટેલે સવાલ ઉઠાવતા લખ્યું છે કે સુપ્રીમ કોર્ટે વર્ષ 2012માં આદેશ કર્યો હતો કે તબક્કાવાર 10 વર્ષમાં સબસિડી ઘટાડી તેને બંધ કરવામાં આવે. તો પછી સરકારે ડેડલાઈનના ચાર વર્ષ પહેલા શા માટે સબસિડી બંધ કરી દીધી. વર્ષ 2014 થી 2017 દરમ્યાન હજ સબસિડી 401 કરોડથી ઘટાડી 200 કરોડ કરવામાં આવી છે ત્યારે અહેમદ પટેલે ઘટાડેલી સબસિડીના નાણા લઘુમતિના વિકાસ માટે કેટલા અને કયારે વાપરવામાં આવ્યા તેનો સરકાર પાસે હિસાબ માંગ્યો છે.

(1:09 am IST)