Gujarati News

Gujarati News

News of Sunday, 17th December 2017

પ્રથમ ચરણનું ચિત્ર શું હતું

પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન

        અમદાવાદ, તા.૧૭ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં પ્રથમ ચરણનું ૯મી ડિસેમ્બરના દિવસે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયું હતું.  પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાયું હતું. અનામત આંદોલનના કારણે અસર થઇ છે કે કેમ તે આવતીકાલે જાણી શકાશે. પ્રથમ તબક્કાનું ચિત્ર નીચે મુજબ રહ્યું હતું.

પ્રથમ તબક્કામાં સીટો હતી............................... ૮૯

પ્રથમ તબક્કામાં મતદાન થયું.............. ૬૬.૭૫ ટકા

સૌથી વધુ મતદાન....................... મોરબી, નવસારી

પ્રથમ તબક્કામાં જિલ્લા હતા............................. ૧૯

પ્રથમ તબક્કામાં ઉમેદવારના ભાવિ સીલ......... ૯૭૭

પ્રથમ તબક્કામાં કુલ મતદારો નોંધાયા ૨૧૨૫૩૧૬૫૨

પ્રથમ તબક્કામાં પુરૂષ મતદારો નોંધાયા ૧૧૧૦૫૯૩૩૩

પ્રથમ તબક્કામાં મહિલા મતદારો નોંધાયા ૧૦૧૨૫૪૭૨

પ્રથમ તબક્કામાં થર્ડ જેન્ડર મતદારો નોંધાયા.. ૨૪૭

પ્રથમ તબક્કામાં મતદાન મથકો હતા......... ૨૪૬૮૯

ચૂંટણી ફરજ પર કર્મચારીઓ હતા......... ૨.૪૧ લાખ

સૌરાષ્ટ્ર-કચ્છની સીટો હતી................................ ૫૪

દક્ષિણ ગુજરાતની સીટો હતી............................. ૩૫

(7:59 pm IST)