Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સતત 15 માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભવ યથાવત : કિંમતમાં કોઈ ફેરફાર નથી

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થાનિક બજારમાં સ્થિરતાનો ફાયદો

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો ફાયદો સ્થાનિક બજારમાં જોવા મળી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે સતત 15 માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દેશ ના ચાર મહાનગરો દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતામાં પેટ્રોલ અનુક્રમે 81.06 રૂપિયા, 87.74 રૂપિયા. 84.14 રૂપિયા અને 82.59 રૂપિયામાં ઉપલબ્ધ છે. તે જ સમયે, ડીઝલનો ભાવ પણ ક્રમશ 70.46 રૂપિયા, 76.86 રૂપિયા, 75.95 રૂપિયા અને 73.99 રૂપિયા પ્રતિ લિટર રહ્યો છે.

(12:13 pm IST)