Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

વેક્સિન કરતાં માસ્ક વધારે અસરકારક : યુએસ તબીબ

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ હજુ પણ માસ્કને અવગણે છે : વેક્સિન આવી જાય છે તો પણ એને બધા અમેરિકનો સુધી પહોંચવામાં ૬થી ૯ મહિના લાગશે એવો તબીબનો દાવો

વોશિંગ્ટન, તા. ૧૭ : અમેરિકાના સેન્ટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(ઝ્રડ્ઢઝ્ર)ના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે ફેસ માસ્ક પહેરવું વધુ ઈફેક્ટિવ હોવાનું કહ્યું છે. તેમણે કહ્યુંકે વેક્સિન કરતાં માસ્ક વધુ અસરકારક રહે છે અને તેનાથી કોરોનાથી સલામત રહી શકાય છે. બીજી બાજુ,  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક અંગે નવો અભિપ્રાય રજૂ કર્યો હતો અને કહ્યુંકે, કોઈપણ સંજોગોમાં માસ્ક વેક્સિનથી વધુ અસરકારક સાબિત ન થઈ શકે.

 કોરોના વાઇરસને રોકવા અને વેક્સિન સંબંધી સવાલોના જવાબ આપવા માટે સીડીસી ચીફ સિનેટની એક કમિટી સમક્ષ હાજર થયા. પછીથી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ બે વાતો સ્પષ્ટ કરવા માગું છું. પ્રથમ- વેક્સિન આગામી વર્ષના વચ્ચેના ગાળામાં તમામ અમેરિકનો સુધી પહોંચી જશે. બીજી- માસ્ક દરેક સ્થિતિમાં વેક્સિનથી વધુ અસરકારક ઉપાય છે.

કારણ કોઈપણ હોઈ શકે છે. જોકે ટ્રમ્પને રેડફીલ્ડની દલીલ પચી નહિ. કેટલાક કલાકો પછી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, મેં તેમનું નિવેદન સાંભળ્યું. તેમને બોલાવીને વાતચીત કરી. મેં તેમને પૂછ્યું, અંતે તમે શું કહેવા માગો છે? રોબર્ટે એ વાત માની લીધી છે કે વેક્સિન માસ્કની સરખામણી વધુ અસરકારક છે અને તેમની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે.

રેડફીલ્ડ જ્યારે સિનેટ કમિટી સમક્ષ હાજર થયા તો તેમણે કહ્યુંહતું કે, જો આજે વેક્સિન આવી જાય છે તોપણ એને તમામ અમેરિકનો સુધી પહોંચવામાં ૬થી ૯ મહિના લાગશે. ખાસ વાત એ છે કે ટ્રમ્પના કોરોના વાઇરસના એડવાઈઝર ડોક્ટર એન્થોની ફોસી પણ ઘણી વખત આ વાત કહી ચૂક્યા છે. જોકે રાષ્ટ્રપતિ તેમના જ એડવાઈઝરની વાતને ફગાવી દે છે. રેડફીલ્ડના જણાવ્યા મુજબ માસ્ક દ્વારા સંક્રમણ પર થોડા મહિનામાં જ કાબૂ મેળવી શકાય છે. જોકે આ માટે શરત એટલી જ છે કે એને યોગ્ય રીતે પહેરવો જોઈએ.

(9:46 pm IST)
  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST