Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

મૂળ કર્ણાટકના ભાજપના રાજ્યસભાના સંસદ અશોક ગસ્તીનો કોરોના એ ભોગ લીધો : બેંગ્લોરમાં સારવાર દરમિયાન નિધન થયું

RSS ના સભ્ય અશોક ગસ્તી કર્ણાટક પછાત વર્ગના અધ્યક્ષની જવાબદારી સાંભળતા હતા

નવી દિલ્હી : મૂળ કર્ણાટકના અને હાલમાંજ રાજ્યસભાના સભ્યપદે ચૂંટાયેલા સાંસદ અશોક ગાસતીનું બેંગ્લોરમાં સારવાર દરમિયાન નિધન થયું છે

55 વર્ષના અશોક ગસ્તીએ વર્ષે 22મી જુલાઈના રોજ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યસભાના સાંસદ બન્યા પહેલા તેમણે કર્ણાટકના રાયચુર જિલ્લામાં ભાજપને મજબૂત કરવાની જવાબદારી નીભાવી હતી.

રાજ્યસભાના સાંસદ બન્યા પહેલા અશોક ગસ્તી કર્ણાટક પછાત વર્ગના અધ્યક્ષ પણ રહ્યા હતા. તેઓ આરએસએસના પણ સભ્ય હતા અને તેના પછી કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના વડા તરીકે પણ કામગીરી બજાવી હતી.

ભાજપના નેતા અને ગૃહપ્રધાને અમિત શાહે અશોક ગસ્તી ના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને પણ અશોક ગસ્તી ના નિધનને લઈને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. ઉપરાંત ભાજપના ટોચના નેતાઓએ પણ તેમના મૃત્યુ અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

તેના એક દિવસ પહેલા તિરુપતિના લોકસભા સાંસદ બાલી દુર્ગાપ્રસાદનું અવસાન થયુ હતુ. તે વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. 65 વર્ષના બાલી દુર્ગાપ્રસાદને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેના પછી ચેન્નઈના હોસ્પિટલમાં તેમની સારવાર થઈ રહી હતી

તે બાબત નોંધનીય છે કે નેતાઓ જનસંપર્કમાં વધુને વધુ પ્રમાણમાં રહેતા હોવાના કારણે અને વધુને વધુ લોકોને મળતા હોવાના લીધે તેમના કોરોનાગ્રસ્ત થવાની સંભાવના વધી જાય છે. ભાજપના બે વર્તમાન મુખ્યપ્રધાન મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં કેબિનેટ મિનિસ્ટર અને ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણ કોરોનાના લીધે મૃત્યુ પામ્યા હતા.

(9:00 pm IST)
  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST