Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સુશાંત સિંહ રાજપૂતને તેની હત્યાનો ડર હતો : સિદ્ધાર્થ પીઠાની

દિશાનાં મોત વિશે સાંભળીને સુશાંત બેભાન થયો હતો : અભિનેતાની સાથે ફ્લેટમાં રહેતા સિધ્ધાર્થે ખુલાસો કર્ર્યોે કે રિયાના ગયા બાદ સુશાંત રાજપૂત ખુબ ડરી ગયો હતોે

મુંબઈ,તા.૧૭ : સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમની સામે સુશાંતનાં ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીએ મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઈની જાણકારી આપતાં સિદ્ધાર્થે જણાવ્યું કે, દિશા સાલિાયનનાં મોતનાં સમાચાર સાંભળ્યા બાદ સુશાંત બેભાન થઇ ગયો હતો. તે બાદ જ્યારે તેને ભાન આવ્યું તો સુશાંતે કહ્યું કે, તે લોકો મને પણ મારી નાંખશે, પિઠાનીનાં આ નિવેદનને સીબીઆઈની ટીમ સુશાંત અને દિશાની મોતનાં કનેક્શન સાથે જોડી રહી છે. આપને જણાવી દઇએ કે, ૮ જૂનનાં સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને તેનાં ફ્લેટથી કૂદીને જીવ આપી દીધો જ્યારે સુશાંત સિંહ રાજપૂતની બોડી ૧૪ જૂનનાં મુંબઇ સ્થિત તેનાં ઘરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકેલી મળી હતી.

              સિદ્ધાર્થ પિઠાનીએ સીબીઆઈને જણાવ્યું કે, ૮ જૂનનાં દિશાની મોત બાદ સુશાંત ઘણો જ પરેશાન થઇ ગયો હતો. તેની હાલત ઠીન ન હતી. દિશાની મોત બાદ સુશાંતને તેનાં માટે જ ડર લાગતો હતો. સિદ્ધાર્થ પિઠાનીએ જણાવ્યું કે, સુશાંત તેની સુરક્ષા વધારવા અંગે પણ વાત કરી હતી. સિદ્ધાર્થનાં આ નિવેદનથી સીબીઆઈને લાગી રહ્યું છે કે, સુશાંતને દિશા સાથે જોડાયેલા કંઇ રહસ્યની જાણ હતી તેથી જ તે એટલો ડરેલો હતો. સિદ્ધાર્થ પિઠાનીએ સીબીઆઈને જણાવ્યું કે, દિશાનાં મોત બાદ સુશાંત તેનું લેપટોપ, કેમેરા અને હાર્ડ ડ્રાઇવ શોધી રહ્યો હતો .જે બાદ સુશાંતે ઘણી વખત રિયાને ફોન પણ લગાવ્યો હતો પણ રિયાએ તેનો ફોન ઉઠાવ્યો ન હતો. જે બાદ સુશાંત વધુ પરેશાન થઇ ગયો હતો. કારણ કે રિયા સુશાંતનાં દરેક પાસવર્ડ જાણતી હતી.

              ૮ જૂનનાં જ રિયા સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી. સુશાંતને તે વાતનો ડર હતો કે રિયા તેનાં તમામ પાસવર્ડ જાણે છે. તેથી તે અન્ય લોકોની સાથે તેને પણ ફસાવી શકે છે. નારકોટિક્સ ક્રાઇમ બ્યૂરોનો મોટો ખુલાસો- સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે જોડાયેલાં ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી નારકોટિક્સ ક્રાઇમ બ્યૂરોની સામે રિયા ચક્રવર્તીએ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન, રકૂલ પ્રિત સિંહ અને સિમોનનું નામ લીધુ છે. આ વાતની પુષ્ટિ ખુદ એનસીબીએ કરી છે. એનસીબીનું કહેવુ છે કે, હજુ સુધી તે લોકોને સમન્સ બજાવવામાં આવ્યાં નથી. તે તપાસ કરતાં કરતાં એનસીબીની ટીમ એક ટાપૂ પર બનેલાં સુશાંતનાં ફાર્મ હાઉસ સુધી પહોંચી છે. જ્યાં એનસીબીની ટીમે એક વ્યક્તિનું પણ નિવેદન દાખલ કર્યુ છે. તે વ્યક્તિનાં જણાવ્યાં અનુસાર, ફાર્મ હાઉસમાં રિયા ચક્રવર્તી સુશાંતની સાથે ઘણી વખત આવી છે. સુસાંત અહીં તેનાં મિત્રો સાથે ખુબ પાર્ટીઓ કરતો હતો.

(8:03 pm IST)
  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST

  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST