Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સેન્સેક્સમાં ૩૨૩ પોઇન્ટ, નિફ્ટીમાં ૮૮ પોઈન્ટનું ગાબડું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ-એચડીએફસી બેન્કમાં ઘટાડો : ડોલર સામે રૂપિયો ૧૪ પૈસા તૂટીને ૭૩.૬૬ની સપાટીએ બંધ રહ્યો, ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો

મુંબઈ, તા. ૧૭ : વૈશ્વિક બજારોમાં ગિરાવટને લીધે બીએસઈ સેન્સેક્સ ગુરુવારે ૩૨૩ પોઈન્ટ ગગડ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વે આર્થિક પુનરુત્થાન અંગે અનિશ્ચિતતા વ્યક્ત કર્યા પછી નબળા વલણ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવ તૂટ્યા હતા. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ગુરુવારે ૩૨૩ પોઈન્ટ એટલે કે ૦.૮૨ ટકા તૂટીને ૩૮,૯૭૯.૮૫ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૮૮.૪૫ પોઇન્ટ એટલે કે ૦.૭૬ ટકા તૂટીને ૧૧,૫૧૬.૧૦ પર બંધ રહ્યો છે. સેન્સેક્સ શેરોમાં બજાજ ફિનસર્વ સૌથી વધુ નબળો રહ્યો હતો. તેમાં ૨ ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય અન્ય મોટા શેરોમાં જે ઘટાડો થયો છે તેમાં પાવર ગ્રીડ, એલ એન્ડ ટી, આઈસીએસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, ટીસીએસ અને સન ફાર્માનો સમાવેશ  થાય છે. આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેક્ન અને એચડીએફસીના શેરમાં પણ ઘટાડો થયો હતો, જેની અસર શેર બજાર પર જોવા મળી હતી. બીજી તરફ, એચસીએલ ટેક, ઇન્ફોસીસ અને મારુતિના શેર લાભદાયી રહ્યા હતા.

વેપારીઓના મતે વૈશ્વિક બજારોમાં નબળા વલણને પગલે સ્થાનિક શેર બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વના નિવેદનની અસર વૈશ્વિક બજારો પર પડી હતી. તેમણે કોઈપણ પ્રોત્સાહક યોજના વિના જાહેરાત કરી કે મુખ્ય નીતિ દર ઓછામાં ઓછા ૨૦૨૩ સુધી શૂન્યની નજીક રહેશે. વૈશ્વિક સ્તરે એશિયાના અન્ય બજારોમાં, ચીનમાં શાંઘાઇ અને હોંગકોંગ, દક્ષિણ કોરિયાના સિઓલ અને જાપાનના ટોક્યોના બજારમાં નુકશાન હતી. યુરોપમાં, મુખ્ય બજારોમાં પ્રારંભિક વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૦.૨૬ ટકા ઘટીને ૪૨.૧૧ ડોલરના સ્તરે છે. ૧૭ સપ્ટેમ્બરના રોજ સ્થાનિક શેરબજારમાં નબળા વલણને કારણે ગુરુવારે રૂપિયો અમેરિકન ડોલર સામે ૧૪ પૈસા તૂટીને ૭૩.૬૬ (પ્રોવિઝનલ) પર બંધ રહ્યો હતો. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં સ્થાનિક ચલણ નબળા વલણ સાથે ૭૩.૭૦ ની સપાટીએ ખુલ્યું અને અંતે યુએસ ડોલર સામે ૭૩..૬૬ ની સપાટીએ બંધ થયું, જે પાછલા બંધ ભાવ કરતા ૧૪ પૈસાનો ઘટાડાને સૂચવે છે.

દિવસના કારોબાર દરમિયાન રૂપિયો ડોલર સામે ૭૩.૬૪ ની નીચી સપાટી અને. ૭૩.૭૮ ની નીચી સપાટીએ જોવા મળ્યો. ડોલર સામે બુધવારે રૂપિયો ૧૨ પૈસા વધીને ૭૩.૫૨ ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન, છ મોટી કરન્સી સામે યુએસ ડોલરની મજબૂતાઈ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ જે ૦.૦૬ ટકા ઘટીને ૯૩.૧૫ પર પહોંચી ગયો છે. શેરબજારના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા છે અને તેમણે બુધવારે એકંદર આધારે ૨૬૪.૬૬ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. ગ્લોબલ ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ વાયદો ૦.૩૩ ટકા ઘટીને યુએસ ૪૨.૦૮ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

(8:00 pm IST)
  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST