Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અભયભાઈની તબિયતમાં સુધારો નોંધાયો : કફ છૂટો પડવા લાગ્યો

રાજકોટ : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને ભાજપના રાજયસભાના સાંસદ, વિખ્યાત કાનુનવિદ્દ શ્રી અભયભાઈ ભારદ્વાજની તબિયતમાં સુધારો નોંધાતો જાય છે.

ભાજપના પ્રથમ હરોળના અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજનો સંપર્ક સાધતા તેમણે 'અકિલા'ને જણાવેલ કે ઈકમો પ્રોસીજર શરૂ થયા પછી અભયભાઈની તબિયત સુધારા ઉપર છે. હવે કફ છૂટો પડવા લાગ્યો છે અને ફેફસા ધીમે ધીમે મુળ સ્થિતિમાં આવતા - જતા હોવાની ખૂબ જ સારી આશા સર્જાઈ છે. તેમનું ઓકિસજન લેવલ ૯૫ આસપાસ રહે છે. (૯૨ થી ૧૦૦ વચ્ચે નોર્મલ રેન્જ ગણાય.) જે ખૂબ જ સારી નિશાની છે. અભયભાઈનું ડી-ડાયમર લેવલ જે ૧૫૦૦૦ થઈ ગયેલ તે આજે ૫ હજાર છે જે ખૂબ સારી નિશાની ગણાવાય છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અભયભાઇની તબિયત અંગે સતત મોનીટરીંગ કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી પણ ચિંતિત છે.  શ્રી અભયભાઈને કોરના પોઝીટીવ આવ્યા પછી શ્વાસ અને ફેફસાની તકલીફો સર્જાતા પ્રથમ ઓકિસજન ઉપર અને પછી વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે.

ગુજરાતના સુપ્રસિધ્ધ કોરોના નિષ્ણાતો અમદાવાદના ડો.તુષાર પટેલ, સુરતના ડો.સમીર ગામી અને રાજકોટના ડો.જયેશ ડોબરીય સહિતના નિષ્ણાતો સતત અભયભાઈની તબિયતની કાળજી લઈ રહ્યા છે.

(3:32 pm IST)