Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

રાજનેતાઓના ફિટનેસ ફંડા : દાદાની ઉંમરે પણ 'ફિટ ભી, હિટ ભી'

ભારતના વડાપ્રધાન ૭૧ વર્ષના, અમેરિકાના ૭૪, ચીનના ૬૬, ઇઝરાઇલના ૭૦ અને રશિયાના ૬૭ વર્ષના નેતા સંભાળે છે શાસન ધુરા

'પહેલું સુખ તે જાતે નર્યા! આ આપણાં વેદ અને શા સ્ત્રોમાં લખ્યું છે, અને આપણે તે માનીએ પણ છીયે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, સામાન્ય માણસનું શરીર ઝડપથી ખખડી જાય છે. ૬૫ વર્ષની વયે પહોંચતા સુધીમાં હાંફી જાય છે. અનેક રોગોનું ઘર બને છે, દવાઓના ડબ્બા ભરી રાખવા પડે છે. વર્તમાન સમયમાં નાની નાની વાતમાં એટલી હદે મુંઝાઇ જાય છે કે, આત્મહત્યા કરી બેસે છે. 'ડિપ્રેસન'એ વર્તમાન સામયનો સૌથી મોટો જીવલેણ રોગ છે. કરોડો રૂપિયા હોવા છતાં ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે મારવાનું પસંદ કર્યું! આજે અહીં 'નેગેટીવ બાબતોનો'ચોપડો ખોલવો નથી. આપણને નવી હિમ્મત મળે, નવી આશા મળે, નવી દિશા મળે, જીવવાનું નવું જોમ મળે તેવી વાતો કરવી છે.

આજે આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૧મો જન્મદિવસ છે. ચિંતા ન કરતાં, રાજકીય વાતો કે, વાહ વાહ નથી કરવી, પરંતુ તેમની અદ્બુત ફિટનેસ અંગે વાતો કરવી છે.તેમની તાજેતરની લદાખની મુલાકાતના દ્રશ્યો જોવો તો ખબર પડશે કે તે, જવાનો વચ્ચે પણ જવાનો જેટલા જ ફિટ, તંદુરસ્ત દેખાતા હતા! માત્ર મોદી જ શું કામ? આખા વિશ્વને આંગળીના ઇશારે નચવતા મોટા ચાર રાષ્ટ્રોના વડા ૬૫ થી ૭૧ની વય વચ્ચેના છે. તેમણે પણ ખૂબ તણાવ, ભાગદોડ, સંઘર્ષ વચ્ચે હોદ્દો સાંભળવો પડતો હોય છે.

તેમ છતાં તે લોકો 'ફિટ ભી હે, હિટ ભી હે'! મહાસત્તાનું સંચાલન 'નાનીમાંના ઘર નથી'! વિશ્વની મહાસત્ત્।ા અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ દાદા ૭૪ વર્ષની વયે પણ કડે ધડે છે, રશિયાના વડા વ્લાદિમીર પુટીન પણ ૬૭ વટાવી ચૂકયા છે, દુનિયાના સૌથી માથાભારે, કપટી દેશ ચીનના વડા ઝી જીન પિંગ પણ સાડા છ દાયકા પછીની ઉમરે આખા વિશ્વને ચિંતામાં રાખવાની કેપેસિટી ધરાવે છે! જાપાનમાં લડાયક નેતાની છાપ ધરાવતા ૭૧ વર્ષીય યોશિહીદે સુગા નવા વડાપ્રધાન બનશે.!

અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આ રાજનેતાઓ જબ્બર ફિટનેશ ધરાવે છે, જાળવી રાખે છે. સામાન્ય માણસ નાની નાની ચિંતાઓમાં ડુબી જાય છે, રોગગ્રસ્ત બને છે, અને ૭૦ સુધીમાતો જીવનલીલા સંકેલી લે છે, અથવા નાની ઉમરે જિંદગી ટૂંકાવી દે છે! આમ કેમ?

સામાન્ય માણસ જયારે થાકી જાય છે, તે ઉમરે આ રાજનેતાઓ 'શકિતથી ભરપૂર'જીવન જીવે છે. મહાસત્ત્।ાઓની ધુરા વહન કરે છે. આ તમામ લોકો જો માનવજાતની સેવા કરવા માંગતા હોય તો તેમણે તેમની તંદુરસ્તી અંગે પુસ્તકો લખી 'તાજગીનું રહસ્ય'જાહેર કરવું જોઈએ. તેમની દિનચર્યા શું છે, ખોરાકની પધ્ધતિ શું છે, ફિટ રહેવા માટે શું કરે છે, તે દુનિયા સમક્ષ મુકવું જરૂરી છે. માંદગીનું મુખ્ય કારણ 'માનસિક અસ્વસ્થતા'જ છે. આપણાં વિચારો જ આપણને માંદા પાડી દે છે. સામાન્ય માણસ ભય ના ઓથાર હેઠળ જ જીવે છે. નબળી માનસિકતા જ રોગોને આમંત્રણ આપે છે. અનેક ધનપતિઓ શા માટે નિરાશાની ગર્તામાં ધકેલાઇ જાય છે? 'કાફે કોફી ડે'ના માલીકે શા માટે આત્મહત્યા કરવી પડી? માનસીક તણાવ જ આ બધાનું મૂળ છે. ઉપર જણાવેલ રાજનેતાઓને શું માનસીક તણાવ નહીં હોય? સંઘર્ષ તો બાધાને જન્મથી જ મળે છે, તો કેટલાક લોકો કેમ તેની સામે હારી જાય છે. નરેન્દ્ર મોદીએ વડનગર થી સરુ કરી જે પંથ કાપ્યો તે પણ સંઘર્ષ મય જ હતો, તો પણ આજે ૭૧ વર્ષની વયે 'ગુલાબી ગલગોટા'જેવા છે. નાખમાં રોગ નથી. વિશ્વના દેશો સાથે સતત મથામણ કરે છે, વડનગરના છોકરમાં આ અદ્બુત શકિત કયાંથી આવી?

'સોચ બદલો, દુનિયા બદલો', બહુ સાચી શિખામણ છે. થ્રી ઈડિયટ્સ ફિલ્મના ડાયલોગ પ્રમાણે આપણાં મગજમાં કઇંક 'કેમિકલ લોચો'છે, જે આપણી તંદુરસ્તીને બહુ મોટું નુકસાન પહોંચાડે છે.  રાજનેતાઓ તંદુરસ્તીની બાબતમાં આપણાં 'રોલ મોડેલ'બનવા જરૂરી છે. પોઝિટિવ થીંકિંગ બહુ મહત્વનું છે. મગજ જ માંદગીનું ઘર છે. આજે આપણે નિર્ણય કરીયે કે, અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી, નબળા મનના લોકો પથ્થર પણ ઠેકી શકતા નથી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

આપણે આજે ઉદાહરણ તરીકે ૭૧ વર્ષના યુવાન નરેન્દ્ર મોદીની વધુ વાતો કરીશું, કારણકે મને માહિતી ખાતાના કાર્યકાળ દરમિયાન તેમની સાથે નજીકથી કામ કરવાની તક મળી હતી. આખો દેશ જીત્યા પછી પણ તે યુવાન જેટલા જ તરવરિયા, સ્ફૂર્તિલા, ચપળ અને  નિર્ણાયક છે. કચ્છના બે  'રણોસ્તવ'સમયે મને તેમની બાજુના જ ટેન્ટ માં તેમના મીડિયા અધિકારી જગદીશભાઇ ઠકકરને કારણે રહેવા મળ્યું હતું. નરેન્દ્રભાઈ સવારે ૪.૩૦ વાગ્યે અચૂક જાગી જાય, નિત્યક્રમ પતાવી પાંચ વાગ્યે ચાલવા નીકળી જાય. લગભગ ૧૨ વર્ષ પહેલાં હું પણ તેમની સાથે ચાલવા નીકળ્યો, પરંતુ તેના કરતાં હું ઉમરમાં ૧૧ વર્ષ નાનો હોવા છતાં તેની ઝડપી ચાલે નહોતો ચાલી શકતો! તે 'યોગ'ના ખૂબ ચાહક છે. રાજયના અને દેશના ટોપ અધિકારીઓને યોગ કરતા કરી દીધા છે. તેઓ રાત્રે લગભગ ભોજનમાં ખીચડીનો આગ્રહ રાખે. તેઓ હમેશાં સાદું ભોજન જ લે. વિશ્વ નેતાઓની વચ્ચે પણ ફળોનો જયુસ જ પીવે, નવરાત્રિ અચૂક નિર્જળા કરે!

માકકમ મનોબળ તેમની મૂડી છે. આજે પણ કોર્પોરેટર થી લઈ સરપંચ સુધીના 'મોદી'ના નામ ઉપર ચૂંટાય છે. આખા દેશમાં થાકયા વગર રેલી કરે! તેમની કામગીરી માં 'સ્ફૂર્તિ'જ રહસ્ય છે. ૭૧ વર્ષની વયે તો ૯૦ ટકા લોકો જિંદગીના છેલ્લા વર્ષો ગણતાં હોય ત્યારે, આપણાં યુવાન હજુ ૨૦૨૪ની તૈયારી કરે છે!

વિશ્વની મહાસત્તા અમેરિકાના વડા ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ દાદાની જન્મ તારીખ ૧૪ જૂન, ૧૯૪૬ છે. આ ડોસા આજે પણ આખી દુનિયાના 'દાદા'છે. વિશ્વની મહાસત્તાના વડા તરીકે યુદ્ઘો પણ કરે છે અને શાંતિના 'નોબલ'માટે દાવેદારી પણ કરે છે! ચીન માત્ર અમેરિકના ભયથીજ કાબુમાં છે. નહીં તો અજગરની જેમ દુનિયાને ગળી જાય. તે નવેમબેરની ચુંટણી માટે ૭૪ વર્ષની વયે આખું અમેરિકા ખૂંદી રહ્યા છે, થાકયા વગર! તેમનો કેશ મોદી કરતાં જુદો છે, દારૂ પીવે છે, માંસાહાર કરે છે, છતાં 'ફિટ'છે. અમેરીકામાં તેના સીધા પ્રતિસ્પર્ધી અને પ્રેસિડેંટ પદના ઉમેદવાર જોઈ બાઇડન પણ ૭૭ (!) વર્ષના ડોસા છે, છતાં પ્રમુખ થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે! આ લોકો એ જનતાના આરોગ્યની સેવા માટે પોતાની અદ્બુત ફિટનેસનું રહસ્ય જાહેર કરવું જોઈએ.  અમેરિકાને ટોપ ઉપર રાખવા પણ આ ઉમરલાયક નેતાએ સતત જાગૃત અને એકિટવ રહેવું પડે છે, જેમાં માનસિક સ્વસ્થતા બહુ જરૂરી છે. આખા દેશને ચાલતો રાખવા તેમણે સતત દોડતા રહેવું પડે છે. તેમની ફિટનેસને સલામ!

જીન પિંગ

ચીનના વડા ૬૬ વટાવી ચૂકયા છે. આખી દુનિયામાં કાઈને કોઈ કારણે તે વિવાદમાં રહે છે. પિંગ પોતે પણ આ માટે સતત પ્રવૃત રહે છે. કોરોનના કારણે તેના ઉપર માછલાં ધોવાયાં તો પણ તે મગજ ગુમાવી બેઠા નથી. દુનિયાના 'દાદા'થવા માટે બહુ માનસિક અને શારીરિક શકિતની જરૂર પડે, જે તેમની પાસે આ ઉમરે પણ છે અને નબળાઈના કોઈ ચિન્હ હજુ જાણતાં નથી. તેમની સ્વસ્થતા બાબતે તે કોઈ માહિતી આપશે પણ નહીં! કપટી સ્વભાવ પણ તંદુરસ્તીને હાની પહોંચાડે છે, પરંતુ તેમણે આ નિયમ લાગુ પડતો નથી! તેમની તંદુરસ્તીને પણ સલામ!

બેંજામિન નેતાન્યહુ

ઇઝરાઈલના આ લોખંડી નેતા ૭૦ વટાવી ચૂકયા છે. ચારે તરફ દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં અડીખમ છે. ટચૂકડો દેશ ટેકનોલોજીમાં મોખરે છે. તેની જાસૂસી સંસ્થા 'મોસાદ' વિશ્વ પ્રસિદ્ઘ છે. આ નેતા પડોસી દેશો સાથે સતત યુદ્ઘ કરતાં રહે છે, બેંજમીન તેની શારીરિક ફિટનેસ માટે પણ પ્રસિધ્ધ છે. ખેતી ક્ષેત્રે પણ તે નવા નવા સંશોધનો સતત કરે છે. આખી દુનિયા તે માટે તેની સલાહ લે છે. કોરોના મહામારીમાં બીજીવાર આખો દેશ લોકડાઉન કરવાની હિમ્મત તે કરી શકયા છે. તેમની તંદુરસ્તીને સલામ!

વ્લાદિમીર પુટીન

રશિયાના આ વડા આપણ ૬૭ને પાર છે. મહાસત્ત્।ા તરીકે તે પણ તંદુરસ્તીની મિશાલ છે. ગર્બોચોવ પછી પડીભાંગેલા આ દેશને ફરી તેમણે 'માથાભારે'બનાવી દીધો છે. તે હજુ ગોલ્ફ રમે છે, ઘોડેસવારી કરે છે, બોકિસંગ પણ કરવાની તાકાત ધરાવે છે. તેમણે ત્યાની સંસદમાં બીલ પસાર કરવી ૨૦૨૮ સુધી પોતાની સત્તા મંજૂર કરવી લીધી છે.

આ બધા કામો માટે શારીરિક અને માનસિક શકિતની જરુર પડે, જે તેમની પાસે હજુ અકબંધ છે. તેમની બોડી લેન્ગ્વેજ હજુ યુવાનોને શરમાવે તેવી અદ્બુત છે. !!

આર્થિક અને સામરિક ક્ષેત્રે દેશને આગળ રાખવા બહુ મહેનતની આવશ્યકતા રહે છે, તેમની ઉર્જાનો  સ્ત્રોત શું છે, તે કોઈને ખબર નથી. તેમની તંદુરસ્તીને પણ સલામ!

યોશિહીદે સુગા

જાપાનના આ નવા વડા ૭૧ વર્ષના છે. જાપાનનું નામ ટેકનોલોજિ ક્ષેત્રે બહુ આદર પૂર્વક લેવામાં આવે છે. ઇલિકટ્રોનિકસ ક્ષેત્ર દુનિયામાં તેનું સૌથી વધુ પ્રદાન છે. આ દેશ એએમ પણ શાંતિ માટે કે વાદવિવાદ થી દૂર રહેવા માટે પ્રસિધ્ધ છે. તેની અર્થ વ્યવસ્થા સૌથી મજબૂત છે. તેના પૂર્વ નેતા શિંજો આબે પણ સફળ નેતા તરીકે પ્રસિદ્ઘ છે. તેમની ફિટનેસ નોંધનીય છે. ૭૧ વર્ષની વયે પણ કાર્યરત રહેવું અને દેશને નેતૃત્વ પૂરું પડવું તે પણ મહાનતા છે.

ઈમરાન ખાન

આપણાં પડોસી દેશને કેમ ભૂલી શકાય? સૌથી વધુ અંધાધૂંધી ધરાવતા દેશના નેતા થવું તે બહુ કપરી બાબત છે. ક્રિકેટ ખેલાડી ઇમરાન પણ ૬૭ વટાવી ચૂકયા છે. સતત જોખમો વચ્ચે રાજ કરતા દેવદાર દેશના નેતા સામે પડકારો પણ બહુ મોટા હોય તે સ્વાભાવિક છે. ત્રાસવાદ વચ્ચે રાજ કરવું તલવારની ધાર ઉપર જીવવા સમાન છે. ઈમરાન તે કરી રહ્યા છે. રાજકારણ તેમનો વિષય પણ નહોતો, એએમ છતાં અનેક વિપરીત સંજોગો વચ્ચે રાજ કરે છે. અસભ્ય દેશના વડા તરીકે કામ કરવા માટે ફિટનેસ બહુ અગત્યની છે.

-: સંકલન :-

પરેશ છાયા

જામનગર

(1:03 pm IST)
  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • " ગમ ભૂલાનેકે લિયે મૈં તો પીયે જાતા હૂં " : દુઃખ ભૂલવા માટે ડ્રગ્સ લેવું પડતું હોય છે : ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે કોઈને ખ્યાલ સુદ્ધા નથી હોતો : પૂજા ભટ્ટની ફિલોસોફી access_time 6:10 pm IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST