Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ભ્રમ ફેલાવવાનો નાપાક પ્રયાસ

ચીનના સૈનિકો લાઉડસ્પીકરમાં પંજાબી ગીત વગાડી રહ્યા છે

૧૯૬૨ના યુધ્ધ પહેલા પણ આવી જ રીતે લાઉડસ્પીકર મૂકયા હતા

નવી દિલ્હી,તા.૧૭: ભારત-ચીન વચ્ચે એલએસીમાં ટેન્શન યથાવત્ છે. હવે ચીને ફિંગર ચાર ઉપર લાઉડસ્પીકર લગાડ્યા છે જેમાં ભ્રમ ફેલાવનારા મેસેજ સાથે પંજાબી ગીતો વગાડી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ૨૯-૩૦ ઓગસ્ટે પેન્ગોંગ નદીના દક્ષિણ તટમાં ભારતીય સેનાએ રેજાંગ લા અને રેચિન લામાં ચીન સેનાની સામે મક્કમ રહેતા ચીની સેના ટેન્ક અને સૈન્ય વાહન લઈને આવી ગયા, ચીનના સૈનિકોને એમ કે ભારતીય સેના પીછેહટ કરશે પરંતુ આનાથી ઉલટું જ થયું. ભારતીય સેનાએ સામનો કરવાની તૈયારી બતાવી હતી.

આ પરિસ્થિતિમાં ચીનને સમજાતુ નહોતુ કે તે શું કરે તેથી પેન્ગોંગ નદીના ફિંગર ચાર ઉપર પંજાબી ગીત વગાડવાના શરૂ કરી દીધા જેથી ભારતીય સૈન્યનું ધ્યાનભંગ થાય. તેમ જ ચુશુલમાં ચીની સેનાએ મોલ્ડો સૈન્ય ઠેકાણે લાઉડસ્પીકર લગાડ્યા છે. આ લાઉડસ્પીકરના માધ્યમે ચીન ભારતીય સેનાને ભડકાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમ જ પેન્ગોંગ ત્સોમાં ચીન સેના લાઉડસ્પીકર લગાડીને ભારતીય સેનાને સરકાર પ્રતિ ભડકાવવાનો પ્રયત્ન કરી રહી છે.

સ્પષ્ટ છે કે ભારતીય સૈન્યનું મનોબળ તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ચીનનું સૈન્ય ભારત સરકાર માટે જેમતેમ બોલી રહી છે. ચીનની સેનાને ખબર છે કે યુદ્ઘ કર્યા વિના યુદ્ઘ કેવી રીતે જીતવું. આ માટે તે દરેક પ્રયત્નો કરશે. ૧૯૬૨ના યુદ્ઘ પહેલા પણ ચીનની સેનાએ લાઉડસ્પીકર લગાડ્યા હતા.

(11:23 am IST)
  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST