Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

રવિ કિશનના સપોર્ટમાં આવી જયા પ્રદાઃ જયા બચ્ચન પર લગાવ્યો ડ્રગ્સ મામલામાં પોલિટીકસ કરવાનો આરોપ

સુશાંતસિંહ રાજપૂત મામલામાં રિયા ચક્રવર્તીના ડ્રગ્સ કનેકશન પછી બોલીવુડમાં ડ્રગ્સના ઉપયોગ પર ચર્ચાકરવામાં આવી. સપા નેતા અને એકટ્રેસ જયા બચ્ચન અને બીજેપી સાંસદ રવિ કિશન આ મામલામાં આમને-સામને છે. રવિ કિશનએ કહ્યું હતું કે બોલીવુડ ડ્રગ્સની લતનો શિકાર છે.

આ મામલામાં બીજેપી નેતા જયા પ્રદાએ રવિ કિશનને સપોર્ટકર્યો છે ન્યૂજ એજન્સી સાથે વાતચીત કરતાં જયા પ્રદાએ કહ્યું યુવાઓને માદક પદાર્થોની તસ્કરી/।તની સમસ્યા છે જયા પ્રદાએ કહ્યું મને લાગે છે કે જયા બચ્ચનજી આ મુદા પર રાજનીતિ કરે છે.

(12:07 am IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST