Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સ્વતંત્રતા કાર્યક્રમમાં ગુજરાતની સત્યસાંઇ હાર્ટ હોસ્પીટલની ઉમદા કામગીરીનો ખાસ ઉલ્લેખ કરતા બીહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર

રાજકોટ, તા.૧૭: ગુજરાતની અતી નામાંકિત અને હ્રદયના તદ્દન વિનામુલ્યે ઓપરેશન કરતી એવી શ્રી સત્ય સાંઈ હોસ્પિટલમાં હૃદયના દર્દીઓની ચકાસણી કરવામાં આવે છે અને જરૂરિયાત વાળા દર્દીઓના ઓપરેશન હોસ્પિટલમાં કોઈ પણ ચાર્જ વગર કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં
બીહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારે ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના તેમના ભાષણમાં શ્રી સત્યસાંઇ હાર્ટ હોસ્પીટલનો ખાસ ઉલ્લેખ કરી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા બાલ હૃદય યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં જન્મથી જ હૃદયમાં છિદ્ર હોય તેવા બાળકોની આ યોજનાથી સારવાર કરવામાં આવે છે. એવા કેટલાય બાળકો હતા જેનો ઉપાય ખુબ મુશ્કેલ હતો તેના માટે અમે યોજના શરૂ કરી છે. જે અંતર્ગત પ્રશાંતિ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતના અમદાવાદ સ્થિત શ્રી સત્ય સાંઈ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં બિહારના ૪૮૩ બાળકોની સારવાર કરવામાં આવી છે. આ કાર્ય સતત થઇ રહ્યું છે. બાળકો સાથે ત્યાં કોઇ પણ જાય તો તેને આવવા-જવાની અને રહેવાની સુવિધા પ્રાપ્ત કરાઇ છે.

(9:28 pm IST)