Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પત્‍નિની અન્‍ય મહિલાઓ સાથે સરખામણી કરવી ક્રૂરતા છે

વારંવાર ટોણો મારવો અને સરખામણી કરવી યોગ્‍ય નથીઃ કેરળ હાઈકોટ

નવી દિલ્‍હી, તા.૧૭: કેરળ હાઈકોર્ટે તેના એક ચુકાદામાં જણાવ્‍યું હતું કે પતિ દ્વારા વારંવાર પત્‍નીને ટોણા મારવા અને અન્‍ય મહિલાઓ સાથે તેની સરખામણી કરવી એ માનસિક ક્રૂરતાનું એક પ્રકાર છે. આ ટિપ્‍પણી ત્‍યારે આવી જ્‍યારે કેરળ હાઈકોર્ટની બેન્‍ચ ફેમિલી કોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી.
જસ્‍ટિસ અનિલ કે નરેન્‍દ્રન અને જસ્‍ટિસ સીએસ સુધાની ડિવિઝન બેન્‍ચે આ અવલોકન કર્યું હતું. કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્‍યું હતું કે પતિને વારંવાર ટોણો મારવો અને અન્‍ય મહિલાઓ સાથે સરખામણી કરવી એ ચોક્કસપણે માનસિક ક્રૂરતા છે. શું પત્‍ની પાસેથી આવી અપેક્ષા રાખી શકાય? કોર્ટે અરજદાર પત્‍નીની અરજી પર સુનાવણી હાથ ધરી છે.
પત્‍નીએ આરોપ લગાવ્‍યો હતો કે તેનો પતિ તેને સતત યાદ અપાવતો હતો કે તે દેખાવની બાબતમાં તેની અપેક્ષાઓ પૂરી કરી શકતી નથી. એટલું જ નહીં, તેણે તેની પત્‍નીને પણ કહ્યું કે તે અન્‍ય મહિલાઓની સરખામણીમાં તેને નિરાશ કરે છે. તેના ભાઈની પત્‍નીઓ તેના કરતા વધુ સુંદર છે. કોર્ટે અવલોકન કર્યું કે છૂટાછેડા માટે આ પૂરતું કારણ ન હોવા છતાં, કાયદાએ આ હકીકતની નોંધ લેવી જોઈએ.
રિપોર્ટ અનુસાર, હાઇકોર્ટે આ મામલામાં હસ્‍તક્ષેપ કરવાનો ઇનકાર કરતા આ અવલોકનો કર્યા છે. કોર્ટે એમ પણ કહ્યું કે જાહેર હિતની માંગ છે કે શકય હોય ત્‍યાં સુધી વૈવાહિક સ્‍થિતિ જાળવી રાખવી જોઈએ. જ્‍યારે લગ્ન સાચવવાની આશા રાખવાને બદલે બરબાદ થઈ રહી છે.

 

(4:44 pm IST)