Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રાજસ્‍થાન કોંગ્રેસમાં ભડકોઃ ગહેલોત-પાયલોટ વચ્‍ચે આરોપ-પ્રત્‍યારોપઃ ભાજપ માટે તક

જાલૈરમાં દલીત છાત્રના મોતને લઇને

જયપુર,તા. ૧૭ : રાજસ્‍થાનના જાલૈરમાં દલીત છાત્રની મોતને લઇને રાજકીય માહોલ ગરમાય છે. ભાજપ સહિત બસપા અને અન્‍ય વિપક્ષોએ રાજ્‍ય સરકારને ઘેરી છે. ઉપરાંત કોંગ્રેસમાં અંદરખાનાનો કલહ પણ સપાટી ઉપર આવ્‍યો છે. કોંગ્રેસના ધારાસભ્‍ય મેઘવાલે આ અંગે રાજીનામુ આપ્‍યુ છે. તો બીજી તરફ પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી સચિવ પાયલોટે પીડીત પરિવારના ઘરે પહોંચી સીએમ ગેહલોતને સલાહો આપેલ. તેમણે પોલીસ ઉપર પ્રશ્‍ન ઉઠાવવાની સાથે ગેહલોતની બીજા રાજ્‍યોમાં અપરાધીક ઘટનાઓ ઘટે છે તે દલીલતને પણ ફગાવી હતી.

ગેહલોત-પાયલોટ વચ્‍ચે આરોપ પ્રત્‍યારોપની ભાજપને મોકો મળ્‍યો છે. ભાજપે ગેહલોતને નિશાન બનાવવાનું શરૂ કરવાની સાથે પાયલોટને સહેલાવવાનો કોઇ મોકો ચુકતા નથી. ચુંટણી પહેલા ભાજપને મોટો મુદ્દો પણ મળી ગયો છે.

(4:16 pm IST)