Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કેરળના સૌર કૌભાંડના મુખ્ય આરોપી દ્વારા જાતીય સતામણીના આરોપો;CBIએ કોંગ્રેસ સાંસદ કે.સી.વેણુગોપાલની પુછપછ કરી

છ અલગ-અલગ એફઆઈઆર દ્વારા રાજ્ય પોલીસે વેણુગોપાલ, કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડી અને અન્ય નેતાઓ સહિત છ લોકો સામે કેસ

સીબીઆઈએ કેરળના સનસનાટીભર્યા સૌર કૌભાંડના મુખ્ય આરોપી દ્વારા જાતીય સતામણીના આરોપોના સંબંધમાં કોંગ્રેસના સાંસદ કે.સી.વેણુગોપાલનું  નિવેદન નોંધ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે આ તપાસ ગયા અઠવાડિયે થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું કે છ અલગ-અલગ એફઆઈઆર દ્વારા રાજ્ય પોલીસે વેણુગોપાલ, કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડી અને અન્ય નેતાઓ સહિત છ લોકો સામે કેસ નોંધ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીબીઆઈએ ગયા વર્ષે રાજ્ય સરકારની ભલામણ પર આ કેસોને પોતાના હાથમાં લીધા હતા. વેણુગોપાલ અને ચાંડી ઉપરાંત, આ છ કેસમાં અન્ય આરોપીઓ હિબી એડન, અદૂર પ્રકાશ, ધારાસભ્ય એપી અનિલ કુમાર અને ભાજપના નેતા એપી અબ્દુલ્લા કુટ્ટી છે.

કુટ્ટી સામે 2014માં કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે તે કન્નુરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. 19 જુલાઈ, 2013ના રોજ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં પીડિત મહિલાએ ચાંડી, તેમની સરકારના કેટલાક મંત્રીઓ અને બે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક કોંગ્રેસ અને UDF નેતાઓ સામે જાતીય દુર્વ્યવહાર અને ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતા. સીબીઆઈને કેસ સોંપવાની ભલામણ ક્યારે કરવામાં આવી? કેરળમાં સૌર કૌભાંડ સંબંધિત યૌન શોષણ કેસમાં, સીબીઆઈએ 2020 માં કેસ સંભાળ્યો હતો. આ કૌભાંડ વર્ષ 2013માં સામે આવ્યું હતું. આ પછી કેરળ સરકારે 2017માં પૂર્વ સીએમ ઓમન ચાંડી અને ઘણા નેતાઓ સામે આ કેસમાં તપાસ શરૂ કરી હતી.

(12:36 am IST)