Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સામે જનતા અને ભાજપ બંને જબરદસ્ત અસંતુષ્ટ !

ગમે ત્યારે ભાજપ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પાસેથી રાજીનામું લેવાઈ શકે ! : જે. સી. મધુસ્વાનું કોલ રેકોર્ડિંગ આગની ગતિએ વાઇરલ થયું

બેંગલુરુ : કર્ણાટક સરકારમાં એક મંત્રીની ટિપ્પણી મીડિયામાં લીક થયા બાદ ત્યાં ખળભળાટ મચી ગયો છે. તેનાથી કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની મુશ્કેલી વધી છે. મુખ્યમંત્રી બોમ્મઈએ તે સ્વીકાર પણ કરી લીધુ કે આ ટિપ્પણી સાચી છે, પરંતુ તેને ખોટા સંદર્ભમાં લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના કાયદા મંત્રી જેસી મધુસ્વામી એક ઓડિયો ક્લિપમાં કહી રહ્યાં છે કે અમે સરકાર ચલાવી રહ્યાં નથી, અમે માત્ર તેને મેનેજ કરી રહ્યાં છીએ. 

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સામે જબરદસ્ત અસંતોષ છે. જનતા અને ભાજપ બંને તેમનાથી અસંતુષ્ટ છે અને ગમે ત્યારે તેમની પાસેથી રાજીનામું લેવાઈ શકે છે. તેમના પર તલવાર લટકી રહી હોવાનો તાજેતરમાં વધુ એક પુરાવો મળ્યો હતો. કર્ણાટકના કાનૂન મંત્રી જે. સી. મધુસ્વાનું કોલ રેકોર્ડિંગ આગની ગતિએ વાઇરલ બન્યું છે.

તેમના આવા નિવેદનથી બસવરાજ બોમ્મઈને નીચે જોવા જેવું થયું છે. બોમ્મઈ સામે સૂંડલા મોઢે ફરિયાદ હોવાથી તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં ગયા હતા. ભાજપ જો બોમ્મઈને ન હટાવે તો આગામી ચૂંટણીમાં તે હારી જાય એવી સ્થિતિ છે. બોમ્મઈના સમર્થકો એવી માગણી કરી રહ્યા છે કે કાનૂન મંત્રી મધુસ્વામી સરકારની દરેક કામગીરીમાં ભાગ લઈ રહ્યા છે. આથી તેમની પણ જવાબદારી છે. આવું નિવેદન આપતા પહેલા તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપ હાઇકમાન્ડ બોમ્મઈને પદ પરથી હટાવે તો કોને સીએમ બનાવશે તે જોવાનું રહે છે.

(12:10 am IST)