Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ગોવા મધ્ય પ્રદેશ સહિતના રાજ્યો ઉપર વાદળા છવાયા: મુંબઈમાં કાલે બુધવારે મધ્યમથી ભારે વરસાદ પડશે: કેન્ની

જાણીતા વેધરમેન કેન્નીએ ટ્વિટર ઉપર જણાવ્યું છે કે આવતીકાલે મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. થાણે, નગોથાણે, બાદલપુર, અમરનાથ, કલ્યાણ, નાસિકમાં સારો એવો વરસાદ પડશે.ઇગતપુરીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમ જણાવ્યું છે. દરમિયાન આજે મોડી રાત્રે ઇનસેટ તસ્વીરમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગોવા સહિતના રાજ્યો ઉપર ભારે વાદળો છવાયા છે, જ્યારે અડધા સૌરાષ્ટ્ર અને દ. ગુજરાત ઉપર ફરી વાદળો છવાયેલા જોવા મળે છે.

 

(10:57 pm IST)