Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કાબુલનું એરપોર્ટ ફરી ખુલ્યું : અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા એરપોર્ટનું સંચાલન શરૂ

વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને નીકાળવા માટે કાબુલનું હામિદ કરજઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટનું સંચાલન શરૂ

નવી દિલ્હી ; તાલિબાન કબ્જા બાદથી અફઘાનિસ્તાનમાં દહેશત અને ડરનો માહોલ છે. વિદ્રોહીઓએ આખા દેશમાં કોહરામ મચાવી દીધો છે. આવામાં હાલ માહોલ ત્યાં અફરાતફરી છે અને કાબુલ ઍરપોર્ટ પણ બંધ કરી દેવાયું હતું. જો કે હવે ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફરી એક વખત આ ઍરપોર્ટ ખોલી દેવાયું છે તેવી માહિતી મળી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા છે. બીજી બાજુ અમેરિકા પણ જલ્દીથી જલ્દી પોતાના અધિકારીઓ અને સૈનિકોને ત્યાંથી નીકાળવા માંગે છે. તો ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે.

વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને નીકાળવા માટે કાબુલનું હામિદ કરજઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટનું સંચાલન શરૂ થઈ ગયું છે. ગઈ કાલે હજારો અફઘાની નાગિરકોની ભીડ થવાને કારણે ઍરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું.

(9:27 pm IST)