Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

લઘુમતી સમુદાયો સામે હિંસા ચિંતાજનક:લાહોરમાં મહારાજા રણજીત સિંહની મૂર્તિ તોડવા પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા

અરિંદમ બાગચીએ કહ્યું કે પાકિસ્તાન આવા હુમલાઓને રોકવાની પોતાની ફરજમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું

પાકિસ્તાનના લાહોરમાં 19 મી સદીના શીખ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમાનું ત્રીજી વખત તોડફોડ કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ  કહ્યું કે પાકિસ્તાનમાં  લઘુમતી સમુદાયોની સાંસ્કૃતિક વારસા પર આ પ્રકારના હુમલાઓ પાકિસ્તાની સમાજમાં વધતી જતી અસહિષ્ણુતા અને લઘુમતી સમુદાયો માટે આદરનો અભાવ દર્શાવે છે.

લઘુમતી સમુદાયો સામે હિંસાની ઘટનાઓ, જેમાં તેમના પૂજા સ્થાનો, તેમના સાંસ્કૃતિક વારસા અને તેમની વ્યક્તિગત સંપત્તિ પર હુમલાઓ પણ ચિંતાજનક દરે વધી રહ્યા છે. 12 દિવસ પહેલા પાકિસ્તાનમાં રહીમ યાર ખાનમાં એક હિન્દુ મંદિર પર ટોળાએ હુમલો કર્યો હતો. આરોપ છે કે પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબ્બાઈકના કાર્યકર્તાએ મહારાજા રણજીત સિંહની પ્રતિમામાં તોડફોડ કરી હતી.

અરિંદમ બાગચીએ કહ્યું કે પાકિસ્તાન આવા હુમલાઓને રોકવાની પોતાની ફરજમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. અમે પાકિસ્તાન સરકારને અમારા લઘુમતી સમુદાયોની સલામતી, સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ. લાહોરમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાની તોડફોડ એક દુ:ખદ ઘટના છે.

(9:23 pm IST)