Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

યુપીના દેવબંદમાં એટીએસ કમાન્ડો સેન્ટર બનાવાશે

ઉત્તર પ્રદેશ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : સરકારે આના માટે ૨૦૦૦ ચોરસ મીટર જમીનની ફાળવણી કરી, સેન્ટર બનાવવાનું કામ ઝડપથી શરૂ થયું

લખનૌ, તા.૧૭ : યુપીના દેવબંદમાં યોગી સરકારે એક એટીએસ કમાન્ડો સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. સરકારે માટે તારોતાર ૨૦૦૦ ચોરસ મીટર જમીન એલોટ કરી છે. દેવબંદમાં સેન્ટર બનાવવાનુ કામ ઝડપથી શરૂ પણ કરી દેવાયુ છે. હાલની સ્થિતિ અને પડકારોને જોતા નિર્ણય કર્યો હોવાનુ સરકાર કહી રહી છે. જાણકારી પ્રમાણે રાજ્યના દોઢ ડઝન ધુરંધર એટીએસ ઓફિસરોની અહીંયા તૈનાતી કરવામાં આવશે. ભાજપના પ્રવક્તા અને સીએમ યોગીના સલાહકારે પોતાના ટ્વિટમાં કહ્યુ હતુ કે, તાલિબાનની જંગાલિયત વચ્ચે યુપીમાં સરકારના નિર્ણય પર ધ્યાન આપવા જેવુ છે. દેવબંદમાં એટીએસ કમાન્ડો સેન્ટર ખોલવાનો નિર્ણય લેવાયો છે અને તેના પર કામ ચાલુ થઈ ગયુ છે. આખા રાજ્યમાંથી શ્રેષ્ઠ એટીએસ ઓફિસરોને પસંદ કરીને અહીંયા તૈનાત કરવામાં આવનાર છે. જેઓ અહીંયા બીજા કમાન્ડોને પ્રશિક્ષિત કરવાનુ કામ પણ કરશે.

(8:00 pm IST)