Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સરકારે ઇંધણના ભાવ સંદર્ભે હાથ અધ્ધર કરી દીધા : પ્રિયંકા ગાંધી

સરકાર પર નિશાન સાધતા કોંગી નેતા : ટ્વિટર પર પ્રિયંકા ગાંધીનો સંસદના સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ પર ચર્ચા કરવા ન દીધી હોવાનો આક્ષેપ

લખનૌ, તા.૧૭ : યુપી સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. સરકારે ભાવ ઓછા કરવાના નામ પર પોતાના હાથ ઉંચા કરી દીધા છે. મોંઘવારીના કારણે જનતા પરેશાન છે.

મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ પર ભાજપ સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ મહાસચિવ અને યુપી પ્રભારી પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે કેન્દ્ર સરકારે સંસદમાં મોંઘવારી પર ચર્ચા થવા દીધી નહીં અને સત્ર ખતમ થતા કહ્યુ કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થશે નહીં. મોંઘવારી પર પ્રશ્ન ઉઠતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે પોતાની ટ્વીટમાં લખ્યુ કે કેન્દ્ર સરકારે સંસદમાં મોંઘવારી પર ચર્ચા થવા દીધી નહી અને સત્ર ખતમ થતા કહી દીધુ કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થશે નહીં. શુ સંસદમાં એટલે મોંઘવારી પર ચર્ચા થવા દીધી નહીં? શુ પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થવા જોઈએ નહીં?  

યુપીની રાજધાની લખનૌમાં પેટ્રોલ ૯૮.૯૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૯૦.૨૬ રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યુ છે, આગ્રામાં પેટ્રોલ ૯૮.૬૧ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૫ રૂપિયા પ્રતિ લિટર છે. મેરઠમાં પેટ્રોલ ૯૮.૫૭ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૩ રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે જ્યારે કાનપુરમાં પેટ્રોલ ૯૮.૫૫ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૨ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યો છે. વારાણસીમાં પેટ્રોલ સર્વાધિક ૯૯.૬૩ રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યુ છે, અહીં ડીઝલ ૯૦.૯૨ રૂપિયા છે.

(7:59 pm IST)