Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સેન્સેક્સ ૫૫૭૯૨ પોઈન્ટની નવી ઊંચાઈએ, નિફ્ટીમાં ઊછાળો

ટેક મહિન્દ્રા, ટીસીએસ, નેસ્લે ઈન્ડિયામાં ભારે ઊછાળો : સેન્સેક્સ પર ટેક મહિન્દ્રાના શેર સૌથી વધુ ૩.૨૧ ટકા, ટીસીએસના શેરમાં ૨.૩૨ ટકા, નેસ્લે ઈન્ડિયાના શેરમાં ૨.૩૦ ટકાના ઊછાળા સાથે બંધ થયા

મુંબઈ,તા.૧૭ : સ્થાનિક શેર બજાર મંગળવારે રેકોર્ડ ઊચ્ચ સ્તર પર બંધ થયા. બીએસઈનો ૩૦ શેરો પર આધારિત સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૨૦૯.૬૯ પોઈન્ટ એટલે કે .૩૮ ટકાના ઊછાળા સાથે ૫૫,૭૯૨.૨૭ પોઈન્ટના સ્તરે બંધ થયો. રીતે એનએસઈ નિફ્ટી ૫૧.૫૫ પોઈન્ટ એટલે કે .૩૧ ટકાની તેજી સાથે ૧૬,૬૧૪.૬૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.

સેન્સેક્સ પર ટાટા કન્ઝ્યુમર, વિપ્રો, ટેક મહિન્દ્રા, હિંદુસ્તાન લિવર લિમિટેડ અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં સૌથી વધુ ઊછાળો નોંધાયો હતો. તો વલી જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયા અને યુપીએલના શેર સૌથી વધુ ગિરાવટ સાથે બંધ થયા.સેન્સેક્સ પર સેન્સેક્સ પર ટેક મહિન્દ્રાના શેર સૌથી વધુ .૨૧ ટકા, ટીસીએસના શેરમાં .૩૨ ટકા, નેસ્લે ઈન્ડિયાના શેરમાં .૩૦ ટકા, ઈન્ફોસિસના શેર .૧૫ ટકા, એચયુએલના શેર .૧૦ ટકા અને ટાઈટનના શેર .૯૬ ટકાના ઊછાળા સાથે બંધ થયા. ઉપરાંત બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, એચસીએલ ટેક, એશિયન પેઈન્ટ્સ, પાવરગ્રિડ, મરુતિ, ડોક્ટર રેડ્ડીસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા, એચડીએફસી અને કોટક મહિન્દ્રા બેંકના શેર લીલા નિશાન સાથે બંધ થયા.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેક્નના શેરોમાં સૌથી વધુ તૂટ જોવા મળી. ઉપરાંત એનટીપીસી, ભારતી એરટેલ, એલએન્ડટી, એમએન્ડએમ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેક્ન, એસબીઆઈ, આઈટીસી, એક્સિસ બેક્ન, રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ બેક્નના શેર લાલ નિશાન પર બંધ થયા.

રિલાયન્સ સિક્યોરિટીસના પ્રમુખ (રણનીતિ) વિનોદ મોદીએ કહ્યું કે, વૈશ્વિક સંકેતોની વચ્ચે સ્થાનિક શેર બજારોમાં ઊતાર-ચઢાવ જોવા મળ્યો. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક આજે દબામમાં રહ્યા. તો વોલાટિલિટી ઈન્ડેક્સમાં થોડી નરમી જોવા મળી. તેમણે કહ્યું કે રોકામકારોએ વિભિન્ન મુદ્દાઓને ધ્યાનમાં રાખતા આટી કંપનીઓના સ્ટોકમાં દાવ લગાવ્યો.

તેનાથી શેર બજારોને મજબૂતી મળી. અન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો શાંગાઈ, હોંગકોંગ અને સિયોલમાં શેર બજાર ભારે ગિરાવટ સાથે બંધ થયા. યુરોપિયન શેર બજારમાં બપોરના સત્રમાં ગિરાવટ જોવા મળી રહી હતી.

(7:56 pm IST)